Chapter - 1
"You both talk all day, when will you do your homework?" If mom speaks the same line to both brothers every day, there is no improvement in both. And he laughs at his mother's words as a joke and goes back to playing.
Mahir and Kanish are the sons of Vasudha and Manav. Mahir was elder , not much only four years. Intimate love in both. Once they went to Goa , they both got each other's names tattooed on their shoulders. Mom was very upset but Dad didn't say anything. That's why they are very naughty. If there is anything for Kanish, Mahir will do it immediately and even the youngest will be considered. Years passes . Dad works in a company and from there he get an offer to go abroad. An atmosphere of happiness prevailed in the house. Barely going to the garden on Sunday to go to another country. It is going to be a fun experience even for just 6 months. If such a trip is to take place in the middle class, relatives will come to meet them first and after arriving, they will go to see things. In Mahir's house they are the first to go abroad. Mahir has a great desire to sit in a plane since childhood which will now be fulfilled. Big dreams fit into the eyes of the little ones in such a way that the passion to fulfill them awakens from the heart. Something similar happened to Mahir. And his brother is walking on the same path !!!
Finally, the day comes for the family to go abroad. They come to Florida. Very beautiful beaches, theme parks, especially views of the sun set. Dad goes to the office every day so both play in the park. They really likes the atmosphere there. Mahir wants to study at the University of Florida but the time was only 6 months. He talks to his father but he refuses because he is not comfortable financially. But he decides to study there. Not only for him but also for Kanish. It only takes a lot of hard work to get a scholarship and think about it. After coming to India, Mahir works hard and after finishing school with good rank, he gets a scholarship." I called my mother to tell her this happy news." As soon as she heard the news, she is going to call everyone . She leaves without disconnect the phone This was a bad habit, sometimes mom is thinking that the phone would not disconnect and that the person in front would do it. Entering the house, Dad puts a flower garland on Mahir and all the people get lose in the conversation.
After 4 monthsOne day early in the morning, Kanish was crying sitting in the corner. The reason is the same, brother's departure .. but Mahir promises that he will take him there after finishing school. And also fulfilled the promise when 5 years later on Kanish's birthday he sends her a ticket to Miami as a surprise. Rather than packing, Kanish wonders what the house will be like there. If the brother calls at his own expense, what kind of place will he be working at? How far ahead will time be?
In Miami
Mahir started the business of networking as well as studying in a very short time. Together with five other friends, he made a lot of money and fame. With his hard work and skill, today he decided to start his own company which was to be inaugurated by Kanish. This is also a surprise. After going through all these things, Kanish becomes very happy. And he is very proud of his brother. A few days later, Kanish is admitted in Miami collage and he also learns networking in Side. One night Mahir makes a video call to his mom.
"Where is Kanish? Looks asleep." Mom asks.
"Daddy doesn't seem to have arrived yet?" Mahir asks.
There the doorbell rings and mom leaves, leaving the phone as usual. Mahir is waiting but is this the atmosphere of quarrel in the house?? .......
All night long the words of the same father kept ringing in Mahir's mind - "Why doesn't your step son call me? Has he become smarter than Mahir?" Such a character of Kanish ?? Will he know this? Yes or no .. so why didn't he tell me till now? That's why he always ran away from his father. The suspicious spider was entwined in the web of Mahir. Kanish becomes Traitor according to Mahir. This is not the fault of mommy and daddy, he has saved the deceiver.
Kanish goes to Mahir's room and looks through the crack of the door. "Sleepy swindler, I have decided your future."
Next day :
Kanish - "good morning bro", haven't you taken a bath yet?"
Mahir - "No, actually i am reading a your letter. Take this ."
Kanish is stunned after reading the letter. All he says is "Scotland !!! Brother, are you sending me to study in Scotland? Didn't you tell me? Why should I live in an unfamiliar city?"
Mahir - "Oh! Come on, Kanish, you are not a small giggle that you can't stay alone. You have to take such steps to move forward in life. You have to stay in a hostel there. If there is any problem, tell me and I will get there immediately." Now pack your luggage and be ready for your flight, sharp 8 pm. Ok. The driver will drop you off at the airport. I have to go to the office. "
Saying so, Mahir walks away from there. Kanish walks away with a bundle of questions and frustration. It has been 5 days since he went to the hostel but Mahir has not called Kanish. And according to the rules of the hostel, permission to call him only once a week. On Sunday, Kanish calls but Mahir's phone is busy. There is another student's line in near telephone so he can call one time . This lasted for about 2 months. He doesn't even say anything at home to avoid tension. Mahir regularly sends money for his fees, other expenses but not a single call !!! As if someone is doing him a favor. According to human nature, Kanish is no longer interested in talking. But he thinks he will somehow know why this is happening. A year has passed since then. Now Kanish also does a small job there and bears his own expenses. Keeps the money from the brother and gives it back to him. " Thank you for your help and sympathy. " He writes it in a letter and deposits the money in a bag.
In the morning a notice comes out in the college that a picnic is planned in a nearby forest. Kanish also joins the picnic, thinking that, Life should be chilled. Picnic arranges after 10 days.
Mahir remembers ringing the alarm in his mobile in the morning. Kanish has to pay the fee today but first he has to ask if there is any change in the fee. He washes his mouth, takes a mug of coffee in his hand and calls at College. After mentioning Kanish's name and his batch number, the mug falls from his hand in the reply.
Clerk - sorry to say but while picnic our bus met with an accident and so many students died. Mr. Kanish was also there.
Mahir feels a twinge on one side and Devil Mind says on the other side that get lost, I was also trying to get rid of him. After sometime Mahir comes out of this trauma. Mahir also informs about this at home. Mahir regrets that I did this by sending him to Scotland and on the other hand he understands the will of God and takes it to heart. If he had to be died, he would die here too. I have to give up all this and move on with my life. The company has to be taken to the top level. So forget all the things and go ahead!!
Continues...
"માહિર ને કનીશ તમે બન્ને આખો દિવસ વાતો જ કરો છો, હોમવર્ક કયારે કરશો?" મમ્મી બન્ને ભાઈ ને રોજ એક જ લાઈન બોલે તોય બન્ને માં કાંઈ સુધારો નહિ. અને મમ્મી ની વાત ને જોક્સ માની ને હસે અને પાછા રમતે ચડી જાય.
માહિર અને કનીશ વસુધા ને માનવ નાં દીકરા છે. માહિર મોટો, બહુ નહિ ચાર વર્ષ. તોય બન્ને માં ગાઢ પ્રેમ. પ્રેમ નું પારખું કરવા એક વખત ગોવા ફરવા ગયેલા તો બન્ને એ એક બીજા નાં નામ નું ખભા પર ટેટૂ કરાવેલું. મમ્મી બહુ ખીજાણા પણ પપ્પા એ કાંઈ નાં કીધું. એટલે જ એ લોકો ને ફાવી જતું. કનીશ માટે કાંઈ પણ હોય માહિર તરત એ કામ કરે ને નાનકો પણ વાત માની જાય. જોતજોતામાં વર્ષો વીતી ગયા. પપ્પા એક કંપની માં કામ કરતા ત્યાંથી તેમને ફોરેન જવાની ઓફર આવેલી. ઘર માં ખુશી નો માહોલ છવાઈ ગયો. માંડ રવિવારે ગાર્ડન માં જવા મળતું આતો બીજા દેશ માં જવાનું. માત્ર 6 મહિના માટે પણ મજાનો અનુભવ થવાનો હતો. મિડલ ક્લાસ માં આવી સફર થવાની હોય તો સગા વ્હાલા પહેલા મળવા આવે અને આવ્યા પછી વસ્તુઓ જોવા પહોંચી જાય. માહિર ના ઘર માં તેઓ પહેલા હતા જે ફોરેન જતા હતા. માહિર ને નાનપણ થી પ્લેન માં બેસવાની બહુ ઈચ્છા હતી જે હવે પુરી થશે. બહુ મોટા સપના નાની અમથી આંખો માં એવી રીતે સમાય કે હૃદય માંથી તેને પુરા કરવાનો જુસ્સો જાગે. આવું જ કંઈક માહિર નું હતું. અને એનો ભાઈ તો એની જ પગદંડી પર ચાલવાવાળો!!!
આખરે એ દિવસ આવી ગયો કે પરિવાર વિદેશ જવા નીકળે છે. તેઓ ફ્લોરિડા આવે છે. ખુબ જ સુંદર દરિયા કિનારા, થીમ પાર્ક, ખાસ કરીને સન સેટ ના દ્રશ્યો. રોજ પપ્પા ઓફિસ જાય એટલે બન્ને પાર્ક માં રમે. તેઓને ત્યાંનું વાતાવરણ ખુબ જ ગમી ગયું. માહિર ને ફ્લોરિડા યુનિવર્સિટી માં ભણવાની ઈચ્છા થઈ પણ સમય માત્ર 6 મહિના જ હતો. કેમ કરવું?? પપ્પા ને વાત કરી પણ સગવડતા ના હોવાને કારણે એમણે ના પાડી. પણ માહિર એ મન માં નક્કી કરેલું ભણીશું તો અહીં જ. તેના એકલા માટે નહિ કનીશ માટે પણ એવી મનોકામના કરી. તે માટે ઘણી મહેનત ની જરૂર છે તો જ સ્કોલરશીપ મળે ને આ વિશે વિચારાય. ઇન્ડિયા આવ્યા પછી માહિર આ ધંધે લાગી ગયો. સારા રેન્ક થી સ્કૂલ પુરી થતા એને સ્કોલરશીપ મળી ગઈ. આ ખુશ ખબર દેવા મમ્મીને ફોન કર્યો મમ્મી એ સમાચાર સાંભળતા જ બધાને બોલવા લાગ્યા. ફોન શરૂ રાખીને જ ચાલ્યા ગયા. આ એક ખરાબ ટેવ હતી કયારેક ફોન કટ ના કરે એવુ વિચારીને કે સામે વાળા કટ કરશે. ઘર માં પ્રવેશતા પપ્પા એ માહિર ને ફૂલ નો હાર પેરાવ્યો ને બધા લોકો વાતો માં ખોવાઈ ગયા.
4 મહિના પછી
વ્હેલી સવારે જોયું તો ખૂણામાં બેસી ને કનીશ રડતો હતો. તેનું કારણ એક જ હોય ભાઈ ની વિદાય.. પણ માહિરે પ્રોમિસ આપ્યું કે તેની સ્કૂલ પુરી થઈ જાય પછી તેને પણ ત્યાં લઈ જશે. અને પ્રોમિસ પૂરું પણ કર્યું જયારે 5 વર્ષ પછી કનીશ ના બર્થડે ઉપર તેને મિયામી આવવાની ટિકિટ સરપ્રાઈઝ રૂપે મોકલે છે. પેકિંગ કરતા કરતા કનીશ વિચારે છે કે ત્યાં ઘર કેવું હશે? ભાઈ પોતાના ખર્ચે બોલાવે છે તો તે કેવી જગ્યા એ કામ કરતા હશે? સમય કેટલો આગળ પાછળ હશે?
મિયામી માં
માહિર એ ખુબ જ ઓછા સમય માં ભણવાની સાથે સાથે નેટવર્કિંગ નો બિઝનેસ શરૂ કર્યો. પોતાની સાથે બીજા પાંચ ફ્રેન્ડ સાથે મળીને ખુબ નામ કમાવ્યું અને પૈસા પણ. પોતાની મહેનત અને આવડત થી આજે એણે પોતાની અલગ કંપની શરૂ કરવાનું વિચાર્યું જેનું ઉદ્ધઘાટન કનીશ ના હાથે કરવું હતું. આ પણ સરપ્રાઈઝ છે. આ બધી વાત માંથી પસાર થઈ ને કનીશ નું મન ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. અને તેને ભાઈ પર ખુબ જ ગર્વ થાય છે. થોડા દિવસ બાદ મિયામી માં કનીશ નું એડમિશન થાય છે ને તે પણ સાઈડ માં નેટવર્કિંગ નું શીખે છે. એક દિવસ રાત્રે માહિર મમ્મી ને વિડીયો કોલ કરે છે.
"માહિર, કનીશ ક્યાં છે? સુઈ ગયો લાગે છે." મમ્મી પૂછે છે.
"પપ્પા હજુ આવ્યા નથી લાગતા? "માહિર પૂછે છે ત્યાં જ ડોરબેલ વાગે છે ને પોતાની જૂની આદત ની જેમ ફોન શરૂ રાખીને મમ્મી ચાલ્યા જાય છે. માહિર ને એમ કે હમણાં આવશે પણ આ શું ઘર માં ઝગડા નું વાતાવરણ.......?
આખી રાત માહિર ના મન માં એજ પપ્પા ના શબ્દો અથડાયા કરે છે - "તારો સાવકો દીકરો કેમ મને ફોન નથી કરતો? શું તે માહિર કરતા હોશિયાર બની ગયો?" કનીશ નું આવું કેરેક્ટર?? શું તેને આ વાત ની ખબર હશે? હોય પણ શકે અને નહિ પણ.. તો તેણે મને આજ સુધી જણાવ્યું કેમ નહિ ? એટલે જ તે હંમેશા પપ્પા થી દુર ભાગતો. માહિર ના મગજ માં શંકા રૂપી કરોળિયો અનેક જાળા ગૂંથી રહયો હતો. આંખો લાલ ધૂમ કનીશ ને એક દગાબાજ ની નજરે જોતી હતી. આમાં મમ્મી પપ્પા નો વાંક નથી દગાબાજ ને તેણે સાચવ્યો છે.
કનીશ ના રૂમ પાસે માહિર જાય છે દરવાજા ની તિરાડ માંથી જોવે છે. "મસ્ત સૂતેલો દગાબાજ મેં તારું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. " આટલું બોલીને માહિર સવાર પાડવાની રાહ જોવે છે.
બીજા દિવસે :
કનીશ - "જય શ્રી ક્રિષ્ના ભાઇ હજુ તમે નાહ્યા નથી?"
માહિર - "ના, એક્ચુઅલી આ તારો એક લેટર છે એને વાંચતો હતો. લે તું જો."
કનીશ લેટર વાંચીને સ્તબ્ધ થઈ જાય છે. ખાલી એટલું જ બોલે છે " સ્કોટલેન્ડ !!! ભાઇ તમે મને સ્કોટલેન્ડ ભણવા મોકલો છો? મને કીધું પણ નહિ? ત્યાં અજાણ્યા સીટી માં હું કેમ રહીશ? "
માહિર - " ઓહ! કમ ઓન, કનીશ તું કાંઈ નાનો ગીગલો નથી કે એકલા ના રહી શકે. જીવન માં આગળ વધવા માટે આવા પગલાં ભરવા પડે. ને તારે ત્યાં હોસ્ટેલ માં રહેવાનું છે. કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો મને કહેજે તરત ત્યાં પહોંચી જઈશ. Now pack your luggage and be ready for your flight, sharp 8 pm. Ok. ડ્રાઈવર તને એરપોર્ટ મૂકી જશે મારે ઓફિસ જવું પડશે. "
આટલું કહીને માહિર ત્યાંથી ચાલ્યો જાય છે. કનીશ અનેક સવાલો ના પોટલાં અને નિરાશા ને બાંધી ચાલ્યો જાય છે. હોસ્ટેલ માં ગયા એને 5 દિવસ થઈ જાય છે પણ માહિરે એક પણ ફોન કનીશ ને કર્યો નથી. અને તેને હોસ્ટેલ ના નિયમ મુજબ ફોન કરવાની પરમિશન માત્ર વિકલી એક જ વાર છે. રવિવારે કનીશ ફોન લગાવે છે પણ માહિર નો ફોન બીઝી આવે છે. એક જ વાર ફોન કરવાનો કેમકે પાછળ બીજા સ્ટુડન્ટ ની લાઈન હોય છે. આવું લગભગ 2 મહિના સુધી ચાલ્યું. ટેન્શન ના થાય એ માટે તે ઘરે પણ કાંઈ જણાવતો નથી. માહિર રેગ્યુલર રીતે તેની ફી, અન્ય ખર્ચ માટે ના પૈસા મોકલાવે છે પણ ફોન નહિ!!! જાણે કોઈ તેના ઉપર ઉપકાર કરતુ હોય તેમ. માનવ સ્વભાવ મુજબ હવે કનીશ ને પણ વાત કરવામાં રસ નથી. પણ તે આવું કેમ થાય છે તે ગમે તે રીતે જાણીને રહેશે તેવું વિચારે છે. આમ કરતા એક વર્ષ વીતી જાય છે. હવે કનીશ પણ ત્યાં નાની જોબ કરે છે અને પોતાનો ખર્ચ ઉપાડે છે. ભાઈ ના આવેલા પૈસા સાચવીને રાખે છે તેમને પાછા દેવા. Thank you for your help and sympathy. એવું એક ચિઠી માં લખીને પૈસા એક બેગ માં જમા કરે છે.
સવારે કૉલેજ માં એક નોટિસ બહાર પડે છે કે બાજુના એક જંગલ માં પિકનિક નું આયોજન થયેલું છે. અમથાય લાઈફ માં ચીલ મારવું જોઈએ એમ વિચારીને કનીશ પણ પિકનિક માં જોડાય છે. પિકનિક 10 દિવસ પછી હોય છે.
સવારે મોબાઈલ માં એલાર્મ વાગતા માહિર ને યાદ આવે છે આજે કનીશ ની ફી ભરવાની છે પણ એ પહેલા ત્યાં પૂછવું પડશે ફી માં કાંઈ ચેન્જ તો નથી ને? મોઢું ધોઈ ને હાથ માં કોફી નો મગ લઈ ને માહિર કૉલેજ માં ફોન લગાવે છે. કનીશ નું નામ અને તેનો બેચ નંબર જણાવ્યા બાદ સામેથી થયેલા રિપ્લાય માં તેના હાથમાંથી મગ પડી જાય છે.
Clerk - sorry to say but while picnic our bus met with an accident and so many students died. Mr. Kanish was also there.
માહિર ને એક તરફ ઝાટકો લાગે છે ને બીજી તરફ ડેવિલ મન એમ કહે છે જાવા દેને એમ પણ તને એનાથી છુટકારો જોતો હતો. એક દિવસ બે દિવસ એમ કરતા કરતા માહિર આ આઘાત માંથી બહાર આવે છે. ઘરે પણ આ વાત જાણવા મળે છે. માહિર ને પસ્તાવો થાય છે કે એને સ્કોટલેન્ડ મોકલી ને મેં આ શું કર્યું ને બીજી તરફ તે ભગવાન ની મરજી સમજી ને મન વાળી લે છે. મરવાનું હશે એના નસીબ માં તો અહીં પણ મરી જાત. મારે હવે આ બધું છોડીને મારી લાઈફ આગળ વધારવાની છે. કંપની ને ટોપ લેવલ પર પહોંચાડવાની છે. So forget all the things and go ahead!!
Continues...
.