સુતેલા પૂર્વજ ની અર્ધ કપાય ગયેલી પાંખો ધીમે ધીમે ધૂળ ની જેમ ઉડે છે અને દિવ્ય દરવાજા માં જાય છે. રાણી અને બીજા બધા પતંગિયાઓ ની આંખો ચાર થઈ જાય છે. પાંખો દરવાજામાં પહોંચી જાય પછી તેમાંથી અલગ જ પ્રકારનો અવાજ સાંભળવા મળે છે ને પૂર્વજ નું શરીર ઓગળવા માંડે છે. શરીર ધીમે ધીમે મીણ જેવું બનીને ત્યાં જ ઓગળી ને ઢગલો થઈ જાય છે. અચાનક બનેલા આ બનાવ ને કોઈ સ્વીકારવા તૈયાર જ નથી . આટલા વર્ષો થી જેની સારવાર કરી તે આવી રીતે લુપ્ત થઈ જાય તે માનવામાં આવતું જ ના હતું. બીજી તરફ રાણી તરત જ મેકોલે ને દિવ્ય સંદેશ મોકલે છે ને ગુફામાં કલેરા એક રહસ્ય સાથે આવે છે. તેના હાથ માં એક પેટી હોય છે અને ધીમે ધીમે તે ગુફામાં આવે છે. રાણી પાસે જાય છે અને ત્યાં જ પેટી મૂકી દે છે. રાણી પેટી ને ખોલે છે. અંદર ચાર ચમકતા સોનાના પથ્થર હોય છે, પણ બધા પથ્થર ના આકાર અને ચમક અલગ અલગ હોય છે. રાણી આ પથ્થર ને જુએ છે અને કલેરા ની સામું જુએ છે. ત્યાં જ દિવ્ય દરવાજા માંથી મેકોલે નો અવાજ સંભળાય છે. અવાજ સાંભળતા જ રાણી સહીત બધા પતંગિયા તેને એન્ટેના હલાવી ને અભિવાદન કરે છે. બધાને જોઈ ને કલેરા પણ તેમ કરે છે.
મેકોલે - " આજ નો દિવસ બધા માટે ખુબ જ યાદગાર રહેવાનો છે કેમ કે આજે કલેરા નો જન્મ જે બાબત માટે થયો છે તેની શરૂઆત થવાની છે અને પૂર્વજ નો સમયકાળ પુરો થવાને થોડા જ દિવસો છે એટલે એ મીણ સ્વરૂપ માં આવી ગયા છે. શાપ ની શરૂઆત થઈ ગઈ છે, કલેરા."
રાણી - "માફ કરજો, પણ આ પથ્થર નું શું રહસ્ય???"
મેકોલે - " ચાર પથ્થર ચાર દિશા નું સૂચન કરે છે. ચાર અલગ અલગ દિશા માં કલેરા તે ચાર તત્વો શોધવા જશે. અને એની ચમક એનો સમયકાળ બતાવે છે. જેની ચમક ઓછી તે તત્વ પહેલા શોધવું પડશે નહીંતર નાશ પામશે. "
કલેરા - " પણ તે કેવી રીતે જાણી શકાય કે કયું તત્વ કઈ દિશામાં છે? "
મેકોલે - " કલેરા, સૂર્ય પ્રકાશ આપે છે. ક્યાંથી પ્રકાશ લાવે છે. તે કોઈ જાણી શકે નહિ. માટે આ કામ તારું છે. તારે જ જાણવાનું છે અને શોધવાનું છે. કાલથી જ તારી તાલીમ શરૂ થશે. આખી તાલીમ તારે રાત્રી દરમિયાન જ કરવાની છે જેથી તારા માનવ સ્વરૂપ માં કોઈ મુશ્કેલી ના પડે."
કલેરા - " પણ, તાલીમ કેટલા દિવસ ની હશે? અને ક્યાં હશે? મમ્મી પપ્પા ને કહેવું તો પડશે ને??"
મેકોલે તેની શક્તિ થી સફેદ સુંદર ગુલાબ દરવાજા ની બહાર મોકલે છે.
મેકોલે - " કલેરા, ધ્યાન થી જો. આ ગુલાબ માં જેટલી પાંદડી છે એટલા દિવસ ની તારી તાલીમ. રોજ એક એક પાંદડી ખરી જશે. અને તાલીમ તારે અલગ અલગ જગ્યા એ લેવાની રહેશે. રોજ એક પાંદડી ખરશે અને તને તે અલગ અલગ જગ્યા એ લઈ જશે.આ ગુલાબ તારી પાસે જ રહેશે. અને વાત તારા મમ્મી પપ્પા ને કહેવાની તો એમને આ પહેલેથી જ ખબર છે. આજે રાતે બાર વાગે તાલીમ માટે તૈયાર રહેજે. વનદેવી તારું ભલું કરે. "
( આટલું કહીને મેકોલે ચાલ્યા જાય છે. કલેરા ગુલાબ લઈ ને ઘરે આવે છે.)
મમ્મી પપ્પા ને અગાઉ થી જ આ બાબત ની જાણ હોય છે અને આમાં બીજો કાંઈ ઉપાય જ નથી માટે તે કલેરા ને પ્રોત્સાહન આપવા માટે નાનકડી પાર્ટી નું આયોજન કરે છે.
પાર્ટી માં કલેરા નું મનપસંદ જુઈસ, ફળો અને ભેટો હોય છે. કલેરા સફેદ ફૂલ લઈ ને આવે છે. આજે મમ્મી અને પપ્પા એ કલેરા જેવા જ કપડાં પેર્યા છે અને તેઓ ખુબ જ મસ્તી કરે છે. પાર્ટી માં જ રાતના 11 વાગી જાય છે પછી મમ્મી કલેરા ને રૂમ માં જવાનુ કહે છે. કલેરા ખુબ જ ખુશ હોય છે આજે તેનો પહેલો દિવસ હોય છે જયારે એ મેકોલે ને જોઈ શકશે અને કદાચ તેના દાદી ને પણ!!!
પરફેક્ટ બાર વાગતા જ કલેરા ના રૂમ માં મધુર વાયોલિન વાગતું હોય તેવો અવાજ આવે છે અને રૂમ ની દિવાલ માંથી અચાનક દિવ્ય અવાજ આવે છે અને તે કલેરા ને લઈ જાય છે.
કલેરા એક જ સેકન્ડ માં ગાયબ થઈ જાય છે. અને એક અદભુત જગ્યાએ આવી પહોંચે છે. આ જગ્યા આખી સફેદ હોય છે કાંઈ પણ બીજો રંગ કે વસ્તુ દેખાય જ નહિ બધું સફેદ જ. કલેરા ચારેબાજુ જોતા જોતા ચાલે છે, હાથ માં સફેદ ગુલાબ છે. અચાનક ગુલાબ માંથી એક પાંદડી ખરી ને નીચે પડે છે ને બીજી બાજુ કંઈક અવાજ આવે છે. એક દમ સફેદ દુનિયા જેવી લગતી જગ્યા માં ધીમે ધીમે બદલાવ આવે છે. સફેદ બરફ જેવી દેખાતી જગ્યા ધીમે ધીમે બદલાતી જાય છે. કલેરા જેમ જેમ આગળ ચાલે છે તેમ તેમ તેના પગ પાસે થી નવા નવા ફૂલ ઉગવા માંડે છે. થોડી વાર ચાલ્યા બાદ તેને એક મોટું વાદળું દેખાય છે અને તે વરસવાની તૈયારી માં જ હોય છે. અચાનક તે વાદળા માંથી અવાજ આવે છે અને સોનેરી બિંદુઓ સાથે અનેક રંગો નો વરસાદ થાય છે. આવો સપ્તરંગી વરસાદ પહેલી વાર જોયો અને વરસાદ ના પાણી માંથી બે આકૃતિ ઉત્પન્ન થાય છે ધીમે ધીમે કલેરા ને દેખાય છે કે એક સ્ત્રી અને એક પુરુષ એની સામે ઉભા છે. તે બન્ને દેખાવ માં ખુબ જ અલગ લાગ્યા. તે સ્ત્રી એકદમ સુંદર લીલા વસ્ત્રો માં એક હાથમાં સુકાયેલા લાકડા પર એકદમ તાજું ખીલેલું કમળ, આજુબાજુ રમતા પતંગિયા પણ આ વાત રહસ્યમય હતી સુકાયેલા લાકડા પર ફૂલ તાજું કેમ રહી શકે? અને માથા પર સપ્તરંગી ફૂલો નો તાજ. તેવી જ રીતે પુરુષ ખુબજ વૃદ્ધ પણ તેજવાળી આંખો, લાંબી દાઢી અને આખા હાથ કંઈક અલગ ભાષા થી ચિતરેલા. કલેરા સ્ત્રી ને જોઈ ને તરત ઓળખી ગઈ કે તે કદાચ વનદેવી છે કેમ કે વનદેવી ના માથા પર સપ્તરંગી ફૂલો નો તાજ હોય છે તેવું એકવખત રાણી એ કહ્યું હતું. અને કદાચ તે પુરુષ મેકોલે છે. કલેરા બન્ને ને તેના અન્ટેના થી અભિવાદન કરે છે. બન્ને તેને આશીર્વાદ આપે છે.
Continues .....
The half-cut wings of the sidewalk ancestor slowly fly away like dust and go into the divine gates. The eyes of the queen and all the other butterflies are closed. When the wings reach the door, a different kind of sound is heard from it and the body of the ancestor begins to melt. The body gradually becomes like wax and melts there. No one is ready to accept this sudden incident. It was unthinkable that anyone who had been treated for so many years would become extinct. The queen, on the other hand, immediately sends a divine message to Macaulay and Clara arrives in the cave with a secret. She has a box in her hand and slowly she comes to the cave. She goes to the queen and leaves the box there. The queen opens the box. Inside there are four shining gold stones, but all the stones are different in shape and luster. The queen looks at this stone and looks at Clara's face. It is there that Macaulay's voice is heard from the Divine Door. As soon as she heard the sound, all the butterflies, including the queen, greeted him by shaking the antenna. Seeing everyone, Clara does the same.
Macauley - "Today is going to be a very memorable day for everyone because today is the beginning of what Clara was born for and It has only a few days to complete the time of our ancestors. so it has come in wax form. The curse has begun, Clara. "
Queen - I'm sorry, but what's the secret of this stones ??? "
Macaulay - "Four stones indicate four directions. In four different directions, Clara will go to find those four elements. And its luminosity shows its time. The element whose luster is less must first be found, otherwise it will perish."
Clara - "But how do I know which element is in which direction?"
Macaulay - "Clara, the sun gives light. Where the light comes from. No one can know. So this is your job. You have to know and find. Your training will start from tomorrow. You have to do all the training during the night. So that there is no difficulty in your human form."
Clara - "But, how many days will the training be? And where will it be? I have to tell mummy and daddy, right ??
Macaulay sends beautiful white rose out the door with his power.
Macaulay - "Clara, be careful. There are as many petals in this rose as there are days of training. Every day one petal will fall. And training you will have to take a different place. Every day a petal will fall and take you to that different place. This rose will be with you. And to talk to your mom and dad, they already know this. Get ready for training at 12' o clock tonight. Vandevi will do you good. "
(After saying this, Macaulay leaves. Clara comes home with a rose.)
Mom and Dad are already aware of this and have no choice but to organize a small party to promote Clara.
The party consists of Clara's favorite juices, fruits and gifts. Clara brings a white flower. Today mom and dad are dressed like Clara and they have a lot of fun. After 11 o'clock at the party, mom tells Clara to go to the room. Clara is very happy. Today is her first day when she will be able to see Macaulay and maybe even her grandmother !!!
As soon as clock stands at 12, there is a melodious violin playing in Clara's room and suddenly a divine sound comes from the wall of the room and it carries Clara away.
Clara disappears in a single second. And arrives at such a wonderful place. This place is all white, no other color or thing is visible, everything is white. Clara walks around looking around, holding a white rose in her hand. Suddenly a petal falls from a rose and on the other side there is a sound. There is a gradual change in the space that looks like a white world. The space that looks like white snow is slowly changing. As the clara moves forward, new flowers begin to grow near her feet. After walking for a while, she sees a big cloud and it is ready to rain. Suddenly there is a sound coming from the clouds and a rain of many colors with golden dots. This is the first time Clara has seen such a rainbow and two figures emerge from the rain water. Gradually Clara sees a woman and a man standing in front of her. They both looked very different in appearance. The woman in a beautiful green dress had a freshly blossomed lotus on the dried wood in one hand, the butterflies playing around her one thing is mysterious, how can a flower stay fresh on the dried wood? And a crown of rainbow flowers on her head. Similarly, the man is very old but with bright eyes, long beard and whole hands painted in a different language. Clara saw the woman and immediately recognized that she was probably Vandevi as Vandevi had a crown of rainbow flowers on her head. And maybe it's the male Macaulay. Clara greets both of them with her antenna. Both bless her.
Continues...
Awesome. Keep going ✨❤️
ReplyDelete