આટલું સાંભળ્યા બાદ કલેરા ફરી ત્યાં જ બેભાન થઈ જાય છે. અને જયારે ભાન માં આવે છે ત્યારે તે તેના પેરેન્ટ્સ પાસે હોય છે. તેને ત્યાં ગુફા માંથી અહીંયા કોણ લાવ્યું તે સમજાતું નથી. મમ્મી ના કહેવા મુજબ તેને ચક્કર આવી ગયા હોવાથી આવું થઈ શકે. પણ આટલો સમય તે ત્યાં હાજર ન હતી તો ત્યારે તે લોકો એ મને શોધી નહિ હોય?? કે મારી ગેરહાજરી માં કોઈ ત્યાં હશે?? જાદુઈ દુનિયા જેવું લાગતું હતું. અંકલ બધાંને ઘરે પાછા જવા કહે છે કલેરા ને મન માં તે જ વાત આવ્યા કરે છે કે આખરે તે બધું શું હતું? તે ઘર માં આ વાત કહેવાનું વિચારે છે પણ પછી ખચકાય છે કે કોઈ સાચું માનશે કે નહીં? ફિનિક્સ પક્ષી ને જેમ નવું જીવન મળે તેમ કલેરા ને પોતાના માં કંઈક અલગ લાગે છે. કલેરા ચાલે છે ત્યાં તેના પગ ના નિશાન પડી ને ગાયબ થઈ જાય છે. પણ આ વાત ની કોઈ ને જાણ થતી નથી.
"ચાલો જલ્દી થી ગાડી માં બેસો અંધારું થવામાં છે." - કલેરા ના પપ્પા કહે છે. બધા ફટાફટ ગાડી માં ગોઠવાય જાય છે. જંગલ માંથી બહાર નીકળતી વખતે કલેરા ને કોઈક ગપશપ કરતું હોય તેવો અવાજ આવે છે. પણ અત્યારે કોણ હશે? કાન દઈને સાંભળતા કલેરા ને તેનું નામ સંભળાય છે
"હા, તે આવી ગઈ કલેરા. તેજ તો જોવો તેનું."
"ક્યાં છે મને જોવા દયો."
"કેટલા વર્ષો થી રાહ જોતા હતા. આખરે આવી ગઈ."
"અરે આ કોણ બોલે છે ને મને જોવા માંગે છે. અહીંયા તો મારું કોઈ નથી.!!!" કલેરા મન માં ને મન માં સવાલ પૂછે છે. ગાડી પસાર થઈ જાય છે ને પાછળ શિયાળ નું ટોળું જોતું રહી જાય છે.
ઘરે આવીને કલેરા ચુપચાપ પોતાના રૂમ માં ચાલી જાય છે. મમ્મી તેની સામું જોવે છે પણ કલેરા પોતાના જ વિચાર માં છે. ઘર માં આ વાત કહેવી કે નહિ તે વિચાર થી કલેરા ને ખુબ જ બેચેની થાય છે.
"ખરેખર!!! આ સાચું જ છે હું કોઈ સ્વપ્નમાં ના હતી." મન માં ને મન માં તે બોલે છે ને થાકી ને સુઈ જાય છે.
"કલેરા, બેટા કલેરા તારા ચમેલી ના છોડ પર કેટલા સરસ ફૂલ આવ્યા છે, જરા જો તો ખરા !!" મમ્મી મીઠાં સાદે કલેરા ને જગાડે છે. તેને ખબર છે કાલની બાબત થી તે બેચેન છે. તેથી તેનો મૂડ બદલવાનો પ્રયત્ન કરે છે. પપ્પા પણ આ પ્રવૃત્તિ માં જોડાય છે. ને બધા ચમેલી ના ફૂલો જોવામાં મશગુલ થઈ જાય છે.
"કલેરા બેટા, ચમેલી હવે તું સંભાળ મારે ફેક્ટરી જવું છે." તેમ કહીને પપ્પા જાય છે. પપ્પા એક ફૂડ ફેક્ટરી માં મેનેજર છે. તેમાં જુદા જુદા ફળો ના જામ બનાવે છે. એક વખત ત્યાં યોજાયેલા ફંક્શન માં તે કલેરા ને લઈ ગયા હતા. જુદા જુદા અનેક મશીનો અને ફ્રૂટ ના ઢગલાં જોઈ ને કલેરા ખુશ થઈ ગઈ. બધા બાળકો ને પોતાના મનપસંદ જામ ની બોટલ મળી હતી. કલેરા ખુશ હતી કે તેના પપ્પા આવી સરસ જગ્યા એ કામ કરે છે. મમ્મી ને પણ ઘર નું કામ હોવાથી તે ઘર માં જાય છે. કલેરા ત્યાં એકલી જ હોય છે એજ કાલ ના વિચારો મન માં હોય છે. અચાનક પવન ફૂંકાય છે ને કલેરા ના પગ પાસે મોટું પાંદડું ઉડીને પડે છે. રાતા રંગ ના પાંદડા પર 11 નંબર લખેલો હોય છે. કલેરા તે પાંદડા ને લઈ ને ધ્યાન થી તેને જોવે છે. પવન ફરી ફૂંકાતા તેના હાથ માંથી પાંદડું ઉડી જાય છે કલેરા તેની પાછળ જાય છે. થોડે દુર તે પાંદડું ત્યાં જ પડી જાય છે. તે જગ્યા એ કલેરા આવી ને ઊભી રહે છે. તેની નજર ત્યાં એક ઝાડ ના થડ પર પડે છે ત્યાં પણ તે જ 11 લખેલું હોય છે. તેનાથી પણ વિશેષ તે ઝાડ પર 11 જ ફૂલો હોય છે. જયારે તેની જ જેવા બીજા ઝાડ માં અગણિત ફૂલો ખીલેલા હોય છે. આ 11 નો રાઝ સમજવો પડશે. કલેરા તેવું વિચારીને તે પાંદડા ને ઘરે લઈ જાય છે. રાતા પાંદડા ને લઈ ને કલેરા ઘરે આવે છે. ખુબ જ વિચારે છે ને એકીટશે એની સામું જોયા કરે છે. આવું પાંદડું તેને પહેલા પણ જોયેલું, પણ ક્યાં?? એ યાદ કરતી હતી.
"હા!! આવા અનેક પાંદડા માં તો તે પૂર્વજ સુતા હતા. " ધીમેથી બોલે છે. અને પાંદડા નું રહસ્ય જાણવા ફરી જંગલ માં જવાનો વિચાર કરે છે. પણ એના માટે ઘર માં ખોટું બોલવું પડશે અને તે કલેરા ને પસંદ ના હતું. પણ શું થાય, જવું જરૂરી છે ને એ પણ એકલા.
બીજે દિવસે સવારે કલેરા સ્કૂલ પછી ફ્રેન્ડ સાથે મળવાનું કહીને જંગલ માં જાય છે. તેના પગલાં ગાયબ થતા જાય છે. જંગલ માં પ્રવેશ કરતા તેને ભૂરા રંગ નું પતંગિયું મળે છે ને કલેરા તેની વાત સમજી શકતી હોવાથી તે ગુફા સુધી પહોંચે છે. ગુફા માં આ વખતે અલગ દ્રશ્ય હતું. બધા પોતાના કામ માં લાગ્યા હતા. અનેક પતંગિયા ફૂલો ના રસ ને પૂર્વજ ની આજુ બાજુ નાખી રહ્યા હતા. બીજા રાણી ની સાથે કંઈક વાતો કરતા હતા ને અમુક ત્યાં સુકાયેલા ફૂલો ને સાફ કરી રહ્યા હતા. કલેરા ને આ બધું કામ કાંઈ ખાસ ના લાગ્યું. આતો બધા ના ઘર માં થાય તેવું સફાઈ નું કામ હતું.
"જે દેખાય છે તે છે નહિ, જે નથી દેખાતું તે થઈ રહ્યું છે એના માટે યોગ્ય સમય આવશે " આવું રાણી બોલે છે ને કલેરા નું સ્વાગત કરે છે. આજે કલેરા ને સ્વાગત માં જસ્મીન ફૂલ નું અત્તર મળ્યું. જેની સુગંધ એક ટીપા માં દુર સુધી આવે એવી હતી. કલેરા એ આભાર માનીને તે બેગ માં મૂક્યું અને મુખ્ય વાત પર આવે એ પહેલા રાણી બોલ્યા, " તારી પાસે રહેલા રાતા પાંદડા ને સામેની દિવાલ પર લગાવી દે. " રાણી ને કેમ ખબર હું શું કામ આવી છું? કલેરા મન માં વિચારે છે. રાણી ના કહેવા મુજબ કલેરા ની બધી વાત તેને ખબર હોય છે. કલેરા પાંદડા ને એક દિવાલ પર લગાડે છે ને અચાનક ખુબ જ પ્રકાશ ફેલાય છે ને પાંદડું પઝલ ની જેમ દિવાલ માં ચોંટી જાય છે. ધીમે ધીમે પ્રકાશ બહોળું સ્વરૂપ ધારણ કરે છે કલેરા ડર થી દુર ભાગે છે. મોટો વિશાળ દરવાજો ખુલે છે ને તેમાંથી દિવ્ય અવાજ આવે છે.
"ડિયર કલેરા, આ પ્રકાશ ને માત્ર તું ને રાણી જ જોઈ શકો છો ને મને સાંભળી શકો છો. આજે તે શા માટે જન્મ લીધો છે તે જણાવવાનો દિવસ આવી ગયો છે. રાણી એ કીધું એમ તું અર્ધ માનવ અને અર્ધ પતંગિયું છો. તને જે પાંદડું મળ્યું છે તેમાં 11 લખ્યું છે તેનો અર્થ તું 11 વર્ષ ની થઈશ ત્યારે તારામાં વિશેષ ફેરફાર થશે. પતંગિયા ની જેમ તને પાંખો આવશે. તારે તારી શક્તિ થી તારા પૂર્વજ ને ફરી પહેલા જેવા કરવાનાં છે અને તે ખુબ જ જરૂરી છે. કેમ કે તેમની પાસે જ એવી શક્તિ છે જે દિવ્ય લોકો પાસે જ હોય છે જેનાથી દુનિયામાં પરિવર્તન લાવી શકાય. અને બીજા લોકો ને પણ આ મુશ્કેલી માંથી બહાર કાઢી શકે. હવે તું આ દરવાજા ની અંદર આવ. "" કલેરા ધીમે ધીમે અંદર જાય છે ને પ્રકાશ માં ગાયબ થઈ જાય છે. દરવાજો બંધ થઈ જાય છે. બધું પહેલા જેવું થઈ જાય છે ને પતંગિયા ઓ એકબીજા સાથે ગણ ગણ કરવા માંડે છે. રાણી ની આંખ માં અલગ પ્રકાર ની ચમક અને ડર જોવા મળે છે.
બીજી બાજુ કલેરા તે વૃક્ષ નીચે આવીને પડી જાય છે. સાંજ પડી ગઈ હોય છે એટલે ધીમે ધીમે ઘરે જાય છે. તેને તે દિવ્ય અવાજ જાણીતો લાગ્યો એના વિશે વિચારે છે. મમ્મી દરવાજો ખોલે છે ને ખુબ જ કલેરા ને ખીજાય છે. કેમ કે તેના કપડાં પર ના ડાઘ ને જસ્મીન ની સુગંધ થી ખબર પડે છે કે તે ક્યાં ગઈ હતી. પપ્પા પણ આવે છે.
મમ્મી રડતા રડતા - "કલેરા તું શું કામ ત્યાં જા છો?"
કલેરા -" મમ્મી તમને કેમ ખબર હું ક્યાં જાવ છું?"
મમ્મી- "કલેરા એટલે હું તને જંગલ માં જવા નહોતી દેતી."
પપ્પા - "બસ, હવે વાત પુરી કરો કોઈ કાંઈ બોલશે નહિ."
કલેરા -" નહિ પપ્પા, મમ્મી ને કેમ ખબર કે હું ત્યાં હતી.? મારા પગ ના નિશાન પણ ગાયબ થઈ જાય છે. તો પછી? "
મમ્મી પપ્પા સ્તબ્ધ થઈ જાય છે. એક બીજા ની સામે જોવે છે. મમ્મી પપ્પા ને કહે છે જેની બીક હતી એજ થયું. કલેરા સમજી નથી શકતી કે આ લોકો શું બોલે છે??
પપ્પા - "હવે સમય આવી ગયો છે આપણે કલેરા ને બધું જણાવી દેવું જોઈએ."
પપ્પા પોતાના ખિસ્સા માંથી એક ફોટો કાઢે છે ને કલેરા ને બતાવે છે. ફોટો જોતા જ કલેરા ચીસ પાડે છે.
Continues...
After hearing all this, Clara fainted again. And when she comes to her senses, she is with her parents. She does not understand who brought her here from the cave. According to her mother, this may be due to dizziness. But if she hadn't been there for so long then those people wouldn't have found me ?? Or will someone be there in her absence ?? It seemed like a magical world. Uncle tells everyone to go back home. The only thing that comes to mind is what it was all about. She thinks of saying this at home but then hesitates whether anyone will believe it or not. As the phoenix finds new life, Clara feels something different in herself. As Clara walks, her footprints fall off and disappear. But no one is aware of this.
"Let's get in the car as soon as it's getting dark." - says Clara's dad. All cracks are arranged in the car.
As she was leaving the forest, Clare heard a gossip. But who will be now? Clara hears her name as she listens.
"Yes, that's Clara. Just look at her."
"Let me see where is she?."
"How many years have been waiting. Finally she came."
"Hey, who speaks this and wants to see me. !!!" Clara asks questions to herself.
The car passes by and a herd of foxes is seen behind it.
After coming home, Clara quietly walks into her room. Mom looks at her but Clara is in her own thoughts. The thought of saying this at home or not makes Clara very anxious.
"Really !!! This is true I was not in a dream." She speaks and she gets tired and falls asleep.
"Clara, dear!! see how many beautiful flowers are there on your jasmine plant !! "Mom wakes up clara with sweet voice. She knows she's worried about yesterday. So mom tries to change her mood. Dad also joins in the activity. All are busy to see jasmine flowers. Now dad leaves for office.
Dad is a manager in a food factory. It makes jams of different fruits. He once took Clara to a function held there. Clara was happy to see so many different machines and piles of fruit. All the kids got a bottle of their favorite jam. Clara was happy that her dad works in such a nice place. Mom also goes inside the home because she has housework. Clara is alone there. Thoughts of the past are in the mind. Suddenly the wind blows and a big leaf falls at the feet of Clara. 11 number is written on the red leaf.
Clara takes the leaf and looks at it carefully. When the wind blows again, the leaf flies away from her hand. Clara goes after the leaf. And stands up where she comes from. Her eyes fall on the trunk of a tree where the same 11 number is written. Even more special is that the tree has only 11 flowers. While innumerable flowers are blooming in other trees like it. The secret of these 11 must be understood. Clara thinks so and takes the leaves home. Clara comes home with the red leaves. She thinks a lot and looks in front of it . Such a leaf has seen it, but where ?? She was remembering.
"Yeah !! Many such leaves. An ancestor is sleeping in that leaves " Speaks softly. Thinks of going back to the forest to find out the secret of the leaves. But for that she has to lie at home. Whatever happens, it is necessary to go alone.
The next morning Clara goes into the forest. Her steps disappear. Upon entering the forest, he finds a brown butterfly and Clara understands him and reaches the cave. The cave had a different scene this time. All were engaged in their own work. Many butterflies were pouring the juice of flowers on the side of the ancestor. Some were talking to the other queen and some were cleaning the dried flowers there. Clara didn't find anything special. This is how cleaning is done in everyone's home.
"The time will come for what is not visible, what is not visible is happening "This is what the queen says and welcomes Clara. Today Clara received the scent of jasmine flower in her reception. Her fragrance wafts in a drop. That was it. Clara thanked him and put it in the bag and before coming to the main thing, the queen said, "Put the red leaves you have on the front wall. "Why does the queen know what I'm doing? Clara thinks According to the queen, she knows everything about Clara. Clara puts a leaf on a wall and suddenly a lot of light spreads and the leaf is like a puzzle. Stuck in the wall. Slowly the light takes on a wider form. Clara runs away from fear. A huge door opens and a divine sound comes from it.
"Dear Clara, only you and the Queen, can see this light and hear me. Today is the day to tell the reason of your birth. As the queen said, you are half human and half butterfly. The leaf you have found has 11 written on it, which means that when you are 11 years old, you will undergo a special change. You will have wings like a butterfly. You have to make your ancestor like that again with your power and that is very necessary. Because they have the power to change the world. And can get other people out of this predicament as well. Now you come inside this door. " Clara slowly goes inside and disappears into the light. The door closes. Everything goes as before and the butterflies start drawling with each other. There is a different kind of gleam and fear in the queen's eye.
On the other side, Clara falls under the tree. And going to home slowly. She thinks about the sound of that divine voice being known. Mom opens the door and is very annoyed with Clara. Because the scent of jasmine on her clothes shows where she went. Dad is also coming.
Mom crys - "Clara, why are you going there?"
Clara - "Mom, how do you know where I'm going?"
Mom- "Clara that's why I didn't let you go into the forest."
Dad - "just finish talking now, no one will say anything."
Clara -" No, Dad how mom knows that I was there? My footprints also disappear. "
Mom Daddy goes numb. One looks at the other. Mom tells Dad that the same thing happened which they scared about. Clara can't understand what these people are talking about ??
Dad - "Now the time has come for us to let Clara know everything."
Dad takes a photo out of his pocket and shows it to Clara. Clara screams as soon as she sees the photo.
Continues.....
Very well written ������
ReplyDelete