Saturday, 10 July 2021

Clara - The birthday wish

 આ વાત છે એક એવા દિવસ ની જે ઇતિહાસ માં યાદગાર છે, વાત છે અનોખા જન્મ ની, વાત છે બદલાવ ની અને વાત છે કુદરત સાથે માણસ ના જોડાણ ની. 

બ્લુ મૂન ની મધ્યરાત્રી હતી તારાઓ જાણે ચંદ્ર નો નેકલેસ બન્યા હોય તેવા લાગતા હતા.  એક દંપતી ઉતાવળા પગે હોસ્પિટલ માં દાખલ થયું.  જોઈને તો એવું લાગતું હતું જાણે સ્વયં વનદેવી નો અવતાર હોય તેવી સ્ત્રી કેવા સરસ બાળક ને જન્મ આપશે! મુખ પર અનેક આશાઓ અને હૃદય માં આનંદ સાથે પતિ એ પત્ની ને લેબર રૂમ માં જતા જોઈ . અમુક કલાકો માં તો મધ જેવો મીઠો સૂર સંભળાવા માંડ્યો. અને થોડીક જ વાર માં ફૂલ જેવી પરી ના દર્શન થયા તેની સાથે જ સૂર્ય ની પહેલી કિરણ જાણે તેનું સ્વાગત કરતી હોય તેમ બારી માંથી પસાર થઈ ને અંદર આવી અને બહાર પક્ષીઓના કિલકિલાટ થવા માંડ્યા. બારી ની બહાર પતંગિયા ઉડવા માંડ્યા. અદભુત જન્મોત્સવ!! જેમાં વગર કોઈ વસ્તુ એ નાની બાળકી નું કુદરતએ સ્વાગત કર્યું જાણે એમાં કંઈક વિશિષ્ટ હશે ??

ચાલો જોઈએ શું ખાસ છે એ બાળકી ક્લેરા માં . 

હા તેનું નામ કલેરા. નાનપણ થી જ ખુબ ચંચળ, એકદમ શાર્પ મગજ અને એકટીવ પણ જોરદાર. કલેરા ના જન્મ બાદ હું તમને ડાયરેક્ટ તેના બાળપણમાં લઈ જાવ છું. બધા મિત્રો માં કલેરા એક જ જુદી તરી આવે માત્ર લૂક થી નહી પણ સ્વભાવ થી પણ. ચંચળ સ્વભાવ સાથે પ્રકૃતિ પ્રેમી . કોઈ સાથે ના આવે તો એકલા ગાર્ડન માં જવાનું અને કોઈ એક ઝાડ નીચે બેસી તેના પાંદડા ગણવાના !!!! જાણે એ ઝાડ જ તેને બોલાવતું હોય તેમ તે ખેંચાય ને ચાલી જાય. માત્ર ઝાડ જ નહી ગાર્ડન નું બધું જ તેને પ્રિય. એટલે જ એના પેરેન્ટ્સે તેને ઘર માં નાનું ગાર્ડન બનાવી દીધું પણ કલેરા ને વિશાળ ગાર્ડન જ પસંદ. એમાંથી સૌથી પ્રિય પતંગિયા . ક્લેરા એક જગ્યા એ શાંતિ થી બેસે અને પતંગિયા આપમેળે તેની આજુ બાજુ આવી જાય અને કલાકો કાઢી નાખે જાણે તેની સાથે શું સબંધ હશે ?

ક્લેરા ના ઘર થી થોડું દૂર એક નાનકડું જંગલ આવેલું . દરેક વખતે તેને તે જંગલ આકર્ષતું , ત્યાં જવાનું બહુ મન થાય પણ પેરેન્ટ્સ ના પાડે . તે દરરોજ ઘર ની છત પરથી જંગલ ને જોવાનો પ્રયાસ કરતી . એની આંખો ત્યાં જવા માટે તરસતી અને જાણે જંગલ પણ એની રાહ જોતું હોય!! કલેરા ની દરેક સવાર સાંજ આમ જ પસાર થતી આંખો માં કંઈક અધૂરા સપના ને મન ની અધૂરી વાતો.

બાળકો ને મોલ માં જવાનુ અતિ પ્રિય હોય છે આજે કલેરા ને ફર્સ્ટ ટાઈમ મોલ માં લઈ ગયા ચકચકિત મોલ જોઈ ને કલેરા તો આશ્ચર્ય માં મુકાય ગઈ. જોકે પપ્પા એ કીધું છે જે પસંદ આવે તે લઈ લેવાનું. કલેરા જુદા જુદા વિભાગ માં બધું જોતી ગઈ  ને લેતી ગઈ તેની ચોઈસ તો જુઓ!!! અલગ અલગ કેટલાય ફ્રૂટ જ્યુસ ના કેન ભેગા કર્યા. અને ફ્લાવર ની ડિઝાઇન વાળી હેર પિન. મમ્મી એ તેના આગળ રહેતા ઊંચા વાળ ને દબાવી ને પિન નાખી દીધી.સુંદર કલેરા ખુશ થઈ ગઈ.  આવી જ રીતે તેની બધી શોપિંગ કંઈક અલગ જ હોય. જેમ જેમ તે મોટી થતી તેમ તેનું childish વર્તન તો બદલાયું પણ ચોઈસ તો આવી જ રહી. આજે કલેરા દસ વર્ષ ની થઈ ગઈ. મમ્મી પપ્પા એ ભેટ માં ત્રણ અલગ અલગ સુંદર ફૂલો ના પ્લાન્ટ આપ્યા. તે ખુશ થઈ ગઈ જાણે કોઈ મોટી કેક મળી ગઈ હોય. આજ ખાસિયત છે એની. પછી તે તેના દાદીના ફોટા ને જુએ છે અને પગે લાગે છે. તે જ દિવસે તેના એક અંકલ પણ આવેલા તેમણે કલેરા ને મનપસંદ ગિફટ માંગવા કહ્યું ત્યારે કલેરા એ પોતાની મન ની વાતો કહી દીધી. એને outing માટે જંગલ માં જવું છે. પેલા તો પેરેન્ટ્સ અસહમત થયાં પણ પછી હા પડી દીધી. એ બહાને ફિશિંગ પણ થઈ જાય ને કલેરા ની ઈચ્છા પણ પુરી થઈ જાય. Saturday નો દિવસ નક્કી કર્યો આ દિવસ યાદગાર રહશે એવુ કલેરા મન માં બોલતી ને મલકતી. ને સાચે એના માટે રહેવાનો જ છે.  કલેરા ને ક્યાં ખબર હતી આજના દિવસ માટે જ એનો જન્મ  થયો છે. આજે એજ બ્લુ મૂન ની રાત્રી હતી. ફેમિલિ outing માટે રેડી હતું. કલેરા એક્સટ્રા રેડી હતી. અને કેમ ના હોય?

અંકલ ની સાથે કાર માં બધા જંગલ માં પહોંચે છે અને ફેમિલિ પહેલા ફિશિંગ નો પ્લાન બનાવે છે. નાનકડા લીલા તળાવ ની પાસે તે આવે છે એકદમ શાંતિ નું વાતાવરણ છે તળાવ પણ જાણે શાંતિ થી પોતાના પાણી નો અવાજ સાંભળે તેટલું મનોહર છે. કલેરા ખુબ જ ખુશ છે તેને તળાવ વિશે સાંભળ્યું હતું પણ જોયું પહેલી વાર. કેટલું અલગ!! ફેમિલિ ફિશિંગ માં મશગુલ થઈ જાય છે અને કલેરા આજુબાજુ ના ફૂલો માં. જંગલ માં જોવા મળતા દુર્લભ ફૂલો ને તે જુએ છે અને એનાથી પણ દુર્લભ તેના પર ફરતા પતંગિયા. કલેરા ને એક અલગ જ કેસરી પતંગિયું  ખુબ જ ગમી જાય છે તે તેની પાછળ જાય છે. હસતી રમતી કલેરા ને ખબર નથી કે તે જંગલ માં ખુબ જ દૂર આવી જાય છે ફેમિલી થી બહુ જ દૂર. પતંગિયું જાણે તેને લઈ જતું હોય કલેરા તેમ જાય છે. તેને પોતાનું ભાન નથી કે તે ક્યાં જાય છે ?  બહુ અંતર  કાપ્યા બાદ તે એક એવી જગ્યા એ આવી જાય છે જે તેના માટે અકલ્પનિય છે. ત્યાં તે કેસરી રંગ ના એક પતંગિયા માંથી હજારો પતંગિયા તેની સામે આવી ને ઉડવા માંડે છે. ક્યાંથી આવ્યા આટલા બધા અચાનક ? તે મન માં વિચારે છે અને થોડી બીક પણ લાગે છે. ત્યાં તરત જ તે બધા પતંગિયા કલેરા ની નજીક આવે છે આટલા બધા પતંગિયા નું ઝુંડ જોઈ ને કલેરા જોર થી ચીસ પાડે છે ને બેભાન થઈ જાય છે. 

બેભાન થયેલી કલેરા ના મોઢા પર કોઈ પ્રવાહી નો છંટકાવ થાય છે. તેનો સ્વાદ કંઈક જાણીતો લાગે છે કંઈક જ્યુસ હોય તેવું લાગે છે. જેવી આંખો ખુલે છે જાણે પૃથ્વી પર ની સૌથી સુંદર ને મહેક વાળી જગ્યા !!!! ચારેકોર હજારો રંગબેરંગી ફૂલો ને તેનાથી પણ ડબલ પતંગિયા અને તેમના પ્યુપા. કલેરા જાણે ફૂલો ના દેશ માં આવી ગઈ હોય તેવું લાગ્યું. ઘડીક પોતાના માતા પિતા ને પણ ભૂલી ગઈ. આવું દ્રશ્ય તેને માત્ર fairy tale ની વાર્તા માં જ જોયુ હતું. પણ પરી ક્યાં છે? એના મન માં સવાલ ઉઠ્યો.  ત્યાં જ કલેરા.. કલેરા.. ફૂલોનાં ઢગલા પાછળ થી અવાજ આવ્યો. જોયું તો મનુષ્ય ના રૂપ માં મોટું પતંગિયું. શરીર માનવ નું પણ પાંખો વાળું. અદભુત !!!!! આવું તો ક્યાંય જોયું ના હોય. આખરે આ છે શું? કલેરા ના મન માં અનેક સવાલો ઉઠવા માંડ્યા. તે મોટું પતંગિયું કલેરા ની નજીક આવતું ગયું દેખાવ માં તે બ્લુ મોર્ફો butterfly જેવું લાગતું હતું. કલેરા પાસે ફૂલો ને પતંગિયા નું ખુબ જ નોલેજ હતું. તે ઉડતા પતંગિયા ને ઓળખી જતી કે તે કયું છે. પણ આજે તે પોતે જ સવાલો ના દરિયા માં ડૂબી રહી હતી. તેને તેટલું તો સમજાયું કે આ મોટું દેખાતું પતંગિયું આ બધાની રાણી હશે કેમકે તેણે ફૂલો નો સુંદર તાજ પહેર્યો હતો જે બીજા કોઈ ના માથા પર ના હતો. રાણી એ કંઈક ઈશારો કર્યો ને ઉડતા એના હજારો સેવકો એક એક ફુલ પકડીને બેસી ગયા. જાણે કોર્ટ માં ઓર્ડર બોલતા બધા શાંત પડી જાય તેમ. પછી શાંતિ થી રાણી એ બોલવાનું શરૂ કર્યું.

" કલેરા મારી પરી તારું સ્વાગત છે તારા આ ફૂલવન માં. " કલેરા સ્તબ્ધ થઈ ગઈ કે આતો આપણી ભાષા માં વાતો કરે છે ને મારું ફૂલવન????

રાણી એ આગળ કહ્યું " તારા બધા સવાલો ના જવાબ આજે તને મળી જશે. હું તને જે કેવા જઈ રહી છું એ સાંભળી ને તને વિશ્વાસ નહી થાય પણ તે જ તારું સત્ય છે. આજે રાત્રે આકાશ માં જોજે બ્લુ મૂન જોવા મળશે આ બ્લુ ચંદ્ર કયારેક જ આવે છે થોડા સમય પેલા હતો તારો જન્મ થયો ત્યારે હવે આજે છે જયારે હું તને તારા વિશે જણાવીશ. તું કોઈ સામાન્ય બાલિકા નથી તું એક glasswing butterfly છો. મારી જેમ અડધું મનુષ્ય ને અડધું બટરફ્લાય. તારો જન્મ એક ખાસ હેતુ માટે થયો છે.એવું કહીને રાણી તેની જમણી તરફ એક ફૂલો ની પથારી જેવું હોય છે તે હટાવવા નો આદેશ દે છે. અમુક પતંગિયા તે દુર કરે છે તો તેમાં જોતા જ કલેરા ની આંખ માં આંસુ આવી જાય છે. એક મોટું પતંગિયું બેભાન અવસ્થા માં પડ્યું હોય છે. તેની પાંખો ખવાઈ ગયેલી હોય છે. આ પણ રાણી ની જેમ અર્ધ માનવ ને અર્ધ પતંગિયું છે. કલેરા રાણી ને આ અવસ્થા નું કારણ પૂછે છે ને તે કોણ છે તે પણ પૂછે છે. રાણી ના કહેવા મુજબ તે કલેરા ના પૂર્વજ છે!!! અને તેનું આયુષ્ય પૂરું નથી થયું તો પણ તે આ સ્થિતિ માં?? રાણી જણાવે છે તારાં પૂર્વજ નું જીવન તારાં હાથ માં છે.

                                                                            Continues...





This is about a day that is memorable in history, it is about a unique birth, it is about change and it is about the connection of man with nature.

It was midnight on the Blue Moon and the stars seemed to be the moon's necklace. A couple rushed to the hospital. Seeing this, it seemed as if a woman who is the incarnation of Vandevi herself would give birth to such a beautiful child! With many hopes on his face and joy in his heart, the husband watched his wife go into the labor room. Within a few hours, a sweet melody like honey began to be heard. And in a few moments, as soon as the flower-like fairy appeared, the first ray of the sun, as if welcoming her, passed through the window and came in and the birds started chirping outside. Butterflies began to fly out of the window. Wonderful birthday !! The nature welcomed the little girl as if there would be something special in it ??L

et's see what's special about this baby Clara.

Yes her name is Clara. From a very young age, he was very fickle, very sharp-minded and very active. After the birth of Clara I take you directly to her childhood. In all friends, Clara is very different, not only in look but also in temperament. Nature lover with fickle nature. If no one comes along with her she goes to the garden alone and sits under a tree and counts its leaves !!!! As if the tree was calling to her, she pulled and walked away. Not only trees but everything in the garden is loved by her. That's why her parents made a small garden at home, but Clara prefers a large garden. The most beloved of these butterflies. Clara sits quietly in a place and the butterflies automatically come to her side and spend hours wondering what to do with her?

Not far from Clara's house, there is a small forest. Every time she was attracted to that forest, she wanted to go there but her parents would not let her. She tried to see the forest from the roof of the house every day. Her eyes are thirsty to go there and even the forest is waiting for her !! Every morning and evening of Clara, something unfulfilled dreams and unfulfilled words in the eyes that pass like this.

Kids love to go to the mall. Today, they took Clara to the mall for the first time. Seeing the shiny mall, Clara was surprised. However, Dad said to take whatever she likes. Clara looked at everything in different sections and saw her choice !!! She collected several cans of fruit juice. And Flower Design Hair Pins. Mom pressed the high hair in front of her and pinned it. Pretty Clara was delighted. In the same way all her shopping must be something different. As she got older, her childish behavior changed but the choice kept same. Today, Clara is ten years old. Mummy Daddy gave the plant of three different beautiful flowers as a gift. She was happy as if she had found a big cake. This is a speciality of her . Then she looks at the photos of her grandmother and prays. On the same day, one of her uncle also came and asked to Clara for her favorite gift. Clara wished to go to forest . The parents disagreed but then they said yes. They also decides to do fishing and Clara's wish is fulfilled. They decided Saturday for this trip.

This day will be a memorable one. I really have to live for it, she says to herself.m Clara did not know that she was born for today. Today was the night of the same Blue Moon. The family was ready for the outing. Clara was also ready. And why not?

Accompanied by Uncle , everyone arrives in the car i the forest and they are planning for fishing. She comes near a small green lake. There is an atmosphere of peace. The lake is as beautiful as hearing the sound of its own water in peace. Clara is very happy she heard about the lake but saw it for the first time. How different !! The family gets involved in fishing and clara started to observe different flowers. She sees the rare flowers found in the forest and even more rare are the butterflies hovering over her.. Clara loves a different orange butterfly and goes after it. Laughing, Clara doesn't know that she is so far away from the family in the jungle. As the butterfly carries it away, so does Clara. She has no idea where she is going. After a long distance, she comes to a place which is unimaginable for her. There she saw thousands of butterflies flying in front of her. Where did all this come from all of a sudden? She thinks and even feels a little scared. Immediately all the butterflies come close to Clara. Seeing all the swarms of butterflies, Clara screams loudly and faints.

The liquid is sprayed on the mouth of Clara. It tastes like something familiar, something like juice. When she open her eyes, she feels the most beautiful and fragrant place on earth !!!! Thousands of colorful flowers and d butterflies and their pupa. Clara seemed to have entered the land of flowers. She forgot her parents. Such a scene was seen only in the story of fairy tale. But where is the fairy? The question arose in her mind. Clara .. Clara ..

The sound came from behind the pile of flowers. It is a large butterfly in the form of a human. The human body also has wings. Awesome !!!!! I have never seen anything like this. What is this after all? Many questions arose in Clara's mind. It looked like a blue morpho butterfly in the appearance of a giant butterfly approaching Clara. Clara had a great knowledge of flowers and butterflies. She recognized the flying butterfly as it was. But today she herself was drowning in a sea of ​​questions. She realized that this big looking butterfly would be the queen of all this because she was wearing a beautiful crown of flowers which was not on anyone else's head. The queen made a gesture and thousands of her servants sat down holding a flower. As if speaking the order in the court all fell silent. Then the queen began to speak slowly. 

"Clara, my fairy, welcome to the flower forest. It is yours."Clara is stunned that queen butterfly speaks in our language and my flower forest ????

The queen further said, "You will get the answer to all your questions today. You will not believe what I am going to say, but that is your truth. Tonight you will see the Blue Moon in the sky. It's been a while since you were born, now it's time for me to tell you about you. You're not an ordinary girl. You're a glasswing butterfly. Half a human being like me and half a butterfly. The queen orders the removal of what looks like a flower bed to her right. Some butterflies remove it, and as soon as she see it, tears come to Clare's eyes. A large butterfly is lying unconscious. This is also a half-butterfly to a half-human like a queen. Clara asks the queen the reason for this condition and also asks who is she?? According to the queen, she is the ancestor of Clara !!! And her life is over. Even if it didn't happen, she is in this condition ?? The queen says that the life of your ancestor is in your hand. 

                                                           Continues...




1 comment:

Clara - the journey starts

 સુતેલા પૂર્વજ ની અર્ધ કપાય ગયેલી પાંખો ધીમે ધીમે ધૂળ ની જેમ ઉડે છે અને દિવ્ય દરવાજા માં જાય છે. રાણી અને બીજા બધા પતંગિયાઓ ની આંખો ચાર થઈ જ...