ફોટામાં મમ્મી ને પપ્પા અર્ધમાનવ ને અર્ધ પતંગિયા છે.
તો હવે તેની પાંખો ક્યાં? તે પણ તેના પૂર્વજો ની જેમ કપાય ગઈ હોય છે. એટલે જ મમ્મી ને પપ્પા બીજા લોકો કરતા અલગ મોટા કપડાં પહેરતા. કલેરા ને આઘાત લાગે છે. મગજ કામ કરતુ બંધ થઈ જાય છે.
કલેરા - "પણ , દિવ્ય અવાજ એ મને કીધું છે કે હું તમારી પાંખો લાવીશ. તો તમે મને રોકો છો કેમ? "
પપ્પા - "અમે આવી રીતે તારા દાદી ને પણ ગુમાવ્યા છે. તે આ રીતે પૂર્વજો માટે ગયા પણ પાછા આવ્યા જ નહિ."
કલેરા - "એક મિનિટ, મને એ દિવ્ય અવાજ કંઈક જાણીતો લાગ્યો શું તે દાદી હતા? "
મમ્મી - "હા, અને ત્યાં બેભાન પડેલ અર્ધ માનવ તારા દાદા.!!! એ બન્ને એમના માતા પિતા ને માટે પાંખો શોધવા ગયા ને આવી હાલત માં મળ્યા."
કલેરા - "પણ એવું તે શું છે કે પાંખો કપાય જાય છે? "
પપ્પા - " શાપ!!! આપણો પરિવાર શાપિત છે."
કલેરા - "શાપિત?? કેવી રીતે?"
પપ્પા - " ઘણા વર્ષો પહેલા આપણા પૂર્વજો તે જંગલ માં રહેતા. આપણી જેમ જ જીવતા તેમના પર વનદેવી ની ખુબ જ કૃપા હતી. કયારેય જંગલ માં કોઈ ગેરવર્તન થતું નહિ. વનદેવી બધા નું ધ્યાન રાખતા ને સંચાલન કરતા. વનદેવી ના પુત્ર નું નામ ગ્રીનીચ હતું. તેનો જન્મ જાદુ થી થયેલો પણ આખા શરીરે કાંટા થી જન્મેલો. તેથી કોઈ એને તેડી શકતું નહિ. વનદેવી પણ નહિ. પુત્ર ને આ રીતે જોઈ ને તે ખુબ જ દુઃખી થયાં ને મેકોલે ને પ્રાર્થના કરી. મેકોલે વનદેવી ના ગુરુ હતા. પ્રાર્થના બાદ મેકોલે એ સુજાવ બતાવ્યો કે દુનિયામાં 4 એવા તત્વો છે જેને ભેગા કરી ને તેનો રસ બાળક ને પીવડાવીએ તો તે સામાન્ય બાળક બની શકે. અને એ કામ બ્લુ મૂન ની રાત્રી માં જન્મેલા લોકો જ કરી શકે. પણ ત્યાં સુધી બાળક નું ધ્યાન કેમ રાખવું? ગુરુજી એ પોતાના મંત્ર થી અમુક સમય માટે તેને નિદ્રા અવસ્થા માં મોકલી દીધો. તે સમય દરમિયાન તે તત્વો શોધી ને તેને સામાન્ય બનવાનો હતો. તે દિવસે આખુ જંગલ ચિંતા માં હતું કોણ આ કામ કરશે?? ત્યારે વનદેવી ને ખબર હતી આપણા પૂર્વજ બ્લુ મૂન માં જન્મેલા હતા. પણ ત્યારે તેઓ અર્ધ માનવ હતા નહિ. ને આયુષ્ય પતંગિયા ની જેમ ઓછું હતું. તો કેવી રીતે તત્વો ભેગા કરવા? ત્યારે વનદેવી એ પોતાની શક્તિ થી તેને અર્ધ માનવ બનાવી આયુષ્ય અને માણસ જેવી શક્તિ કરી દીધી જેનાથી તે જલ્દી આ કામ પૂર્ણ કરી શકે.
કલેરા - " પણ તે તત્વો કયા હતા? ને પછી શું થયું??"
પપ્પા - "તે ચાર તત્વો - મૂળ વગર ના ઝાડ ના પાંદડા, ક્રિસ ક્રોસ નદી નું પાણી, સાત રંગ વાળા ફૂલ નો રસ અને ભૂરા જવાળામુખી ની રાખ. આવા વિશેષ તત્વો ભેગા કરવાના હતા. એમણે બધા તત્વો શોધી કાઢયા પણ સાત રંગ ના ફૂલ દરમિયાન એક ભૂલ થઈ ગઈ. ભલે માનવ શરીર હોય પણ જીવ પતંગિયા નો હતો સરસ ફૂલ ને જોઈ ને એમને એમ થયું કે આટલો રસ ક્યાં જોઈશે થોડો ચાખી લઉ. ત્યારે રસ પીવામાં ખ્યાલ જ ના રહયો ને ફૂલ સુકાય ગયું. બીજા ફૂલ ને બનતા વર્ષો લાગે છે. તેટલો સમય હતો નહિ. પૂર્વજ સુકાયેલ ફૂલ સાથે આવે છે ને માફી માંગે છે. સમય ના અભાવ થી પુત્ર નું મૃત્યુ થાય છે.બીજા તત્વો આપમેળે ગાયબ થઈ જાય છે. વનદેવી ગુસ્સે થઈ ને શાપ આપે છે,
"તમારી આગળ આવનારી બધી પેઢી આમ જ જન્મ લેશે અને તમારી પ્રિય વસ્તુ એટલે તમારી પાંખો અમુક સમય પછી કપાય જશે. "
પૂર્વજ ખુબ જ રડે છે ને માફી માંગે છે. વનદેવી ખુબ જ ઉદાર હોય છે. આપેલો શાપ પાછો લેવાતો નથી પણ તેમાંથી નીકળવાનો ઉપાય મેકોલે બતાવે છે. ભૂલ જ્યાં થઈ ત્યાં જ સુધારવાની. બધા તત્વો નો રસ પાછો મેળવશો તો શાપ દુર થશે.
બસ તે દિવસ થી આમ જ ચાલતું આવે છે. કોઈ હજી સુધી તત્વો સુધી પહોંચી શક્યું નથી. તારા દાદા દાદી આવી રીતે ગયા પછી અમે પણ આ જીવન સ્વીકારી લીધું ને તને પણ દુર રાખવા માંગતા હતા પણ.....
મમ્મી - "બેટા કલેરા, હજી સમય છે તું જા ને રાણી ને ના પાડી દે. આપણે આ જંજટ માં નથી પડવું. શાંતી થી રહેવું છે."
કલેરા ચુપચાપ રૂમ માં ચાલી જાય છે. એટલી નાની ઉંમર માં આટલા મોટા નિર્ણય લેવા તેના માટે ખુબ જ અઘરું છે. થોડી વાર તે શાંતી થી સુઈ જાય છે.
એક વર્ષ પછી :
આજે કલેરા નો 11 મો જન્મદિવસ છે. ઘર માં ઉજવણી ને બદલે તણાવ ભર્યું વાતાવરણ છે. કલેરા ને ખુબ જ તાવ હોય છે. ડૉક્ટર ને બોલાવવામાં આવ્યા હોય છે. મમ્મી પાણી ના પોતા માથા પર મૂકે છે. ડૉક્ટર ના કહેવા મુજબ કોઈ વધારે પ્રોબ્લેમ નથી, વાયરલ છે. બે ચાર દિવસ માં સારુ થઈ જશે. આરામ કરવાનો અને ખીચડી ખાવાની.(કલેરા મોઢું બગાડે છે. )
બે દિવસ બાદ હવે તેને સારુ ફીલ થાય છે. સવારે ઉઠીને કલેરા બ્રશ કરવા જાય છે ને કાચ માં મોઢું જોવે છે ત્યાં.. જોવા મળે છે માથા પર એન્ટેના જોવા મળે છે. એકદમ ક્યૂટ દેખાય છે. કલેરા તેલ થી તેને બેસાડવાનો પ્રયત્ન કરે છે પણ તે થતા નથી. બીજી બાજુ તેને કપડાં માં કંઈક ગડબડ હોય તેવું લાગે છે. ફરી તે રૂમ માં આવે છે ત્યાં તો તેના ટી શર્ટ માંથી નાની નાની પાંખો નીકળે છે. કલેરા આમથી આમ રૂમ માં દોડાદોડી કરે છે અવાજ આવતા મમ્મી ઉપર આવે છે ને બધું જોવે છે. આખરે આ થવાનું જ હતું!!!! પણ એ વાત સારી છે કે એની પાંખો કાચ જેવી પારદર્શક છે એટલે કોઈ જોઈ નહિ શકે. પણ માથાના એન્ટેના નું શું કરવું?
Continues....
In the photo, mom and dad are half human and half butterflies.
So where are its wings now? It is also cut off like her ancestors. That's why mom and dad wore big clothes differently than other people. Clara is shocked. The brain stops working.
Clara - "But the divine voice has told me that I will bring your wings. So why are you stopping me ?"
Dad - "We've lost your grandmother in this way too. He went for his ancestors in this way but never came."
Clara - " One minute, I knew something about that divine voice. Was she Grandma?"
Mom - "yes, and half-human in the cave was your grandfather lying unconscious there. !!! They went to find wings for their parents and met in such a condition."
Clara - "But what is it that the wings are cut off? "
Dad - " Curse !!! Our family is cursed."
Clara - "Cursed ?? how?"
Dad - "Many years ago our ancestors lived in that forest. Living just like us, Vandevi ( queen of forest) was very kind to them. There was never any misconduct in the forest. Vandevi took care of everything and managed. Vandevi's son's name was Greenwich. He was born of magic but he was born of thorns all over his body, so no one can touch him, not even Vandevi. Seeing his son like this, she was very sad and prayed to Macaulay ( Vandevi's guru). The suggestion showed that there are 4 elements in the world that if we combine and give the juice to the child, he can become a normal child and he can do that only those born in the night of Blue Moon. But until then, why take care of the child? The mantra of guru sent him into a long sleep for some time. In time he was going to find the elements and make it normal. The whole forest was in anxiety that day. Who will do this ?? When Vandevi knew our ancestors were born in Blue Moon too. They were not half human then. Life was short like butterflies. So how to combine the elements? The goddess made him a semi-human by her own power and made her life like a human being so that she could complete this work soon.
"
Clara - "But what were those elements? What happened after that ??"
Dad - "Those four elements - the leaves of a tree without roots, the water of the river Chris Cross, the juice of a seven-colored flower and the ashes of a brown volcano. Such special elements were to be combined. He found all the elements but made a mistake during the flowering of the seven colors. Even though there is a human body, the creature was a butterfly. Then the idea of drinking the juice did not remain and the flower dried. The second flower takes years to form. There was not much time. The ancestor comes with a dried flower and apologizes. Lack of time leads to death of the son. Other elements disappear automatically. Vandevi gets angry and curses,
"This is how all the generations to come before you will be born and your favorite thing will have its wings cut off after a while."
The ancestor cries a lot and apologizes. Vandevi is very generous. The curse is not taken back but Macaulay shows the way to get out of it. Correct the error where it occurred. If you get back all the elements, the curse will go away. It has been running like this since that day. No one has been able to reach the elements yet. After your grandparents left like this, we also accepted this life and wanted to keep you away too .....
Mummy - "Clara, it's still time for you to go and refuse the queen. We do not fall into this trap. We want to live in peace."
Clara quietly walks into the room. It is very difficult for her to make such a big decision at such a young age. For a while she sleeps peacefully.
One year later:
Today is Clara's 11th birthday. There is a stressful atmosphere in the house instead of celebration. Clara has a high fever. The doctor has been called. Mom puts wet clothes on her head. According to the doctor, it is viral. She will be fine in two to four days.
Two days later she is feeling better. She wakes up in the morning and goes to brush her teeth and sees her mouth in the glass. There is an antenna on her head. Looks so cute. Clara tries to fix it with oil but it doesn't work. On the other hand she seems to have something messed up in her clothes. When she enters the room again, small wings come out of her T-shirt. Clara rushes into the room and sees the sound of mom coming up and seeing everything. This was finally going to happen !!!! But the good thing is that its wings are as transparent as glass so no one can see. But what about the head antenna?
👍🏻
ReplyDeleteA very creative story . Plz bring on part 4 asap 💜😚
ReplyDeleteReally interesting !
ReplyDeleteAwaiting for part 4 ��