Friday 2 April 2021

Our Butterfly - Rajnandini

 When the dreams of the eyes and the imagination of the mind, becomes a butterfly and starts playing surrounding, the heart-shaped garden is hashed, a different kind of satisfaction and joy takes place. Such a small butterfly came into our life. Today I will share my experience with you. The butterfly that turned the hospital into a garden. Yes, all the children spread fragrance without perfume is the fragrance of love which strengthens the bond between parents. That is why it is called the form of God.

Let's talk about our butterfly, the name of our daughter is Rajanandini. The bigger the name, the closer the description. Even when it rained in Navratri, it seems that Megharaja himself must have come to put her! Why not .. all moms should also show something different in their child. That's fun. When Dad takes the little butterfly in his hand that he rejoices, mom glads to see that smile.

If we talk about the lockdown that took place before her birth, the situation will be the same for all the  mothers of 2020. If there is a craving for anything to eat, satisfy it at home. Temples, theaters, gardens, everything to enjoy the world  in a closed house. Did it happen then? Going to a regular check-up in an empty clinic and there we are enjoying the world . It was too hard to get through. The more bottles of water used, the more sanitizers were used. And like jewelery, the trend of masks has gone, but it is a pleasure that all the peers of Rajnandini have gone through this.

Now let's talk about the moment when she was born and the status of " It's a girl "was put in the mobile. Witnessed this supernatural joy after enduring many hardships. A friend of mine told me that when you see the face of your child, all the pain will be forgotten. This is exactly what happened. How happy we become when something new comes in our house!  this is a new family member of our house so we are overjoyed.

With happiness new responsibility also arrive.We have to stir up the weeds and mix them in the colors of this world. That is why God must have said that,," we gave you a gift. Now give a return gift to yo,ur butterfly and teach it to fly." However.




આંખોના સપનાં અને મન ની કલ્પના જયારે આજુબાજુ પતંગિયા બની ને રમવા માંડે તો હૃદય રૂપી બગીચા ને હાશ થાય એક અલગ પ્રકાર નો સંતોષ અને આનંદ થાય .આવું જ એક નાનું પતંગિયું અમારા જીવન માં આવ્યું . આજે હું તમને મારી થોડી વાત શેર કરીશ . એવું પતંગિયું કે જેણે હોસ્પિટલ ને બગીચો બનાવી દીધો. હા, બધા બાળકો અત્તર વગર સુગંધ ફેલાવે છે એ પ્રેમ ની સુગંધ જેનાથી માતા પિતા વચ્ચેની કડી  વધારે મજબૂત થાય  છે . એટલે જ એને ભગવાન નું સ્વરૂપ કહેવાય છે .

આવા જ અમારા પતંગિયા ની વાત કરીએ એટલે અમારી દીકરી રાજનંદિની એનું નામ. જેટલું મોટું નામ છે તેનું વર્ણન પણ એટલું જ ગાઢ છે . નવરાત્રી માં પણ વરસાદ લઈ ને આવી ત્યારે એવું લાગ્યું કે મેઘરાજા જાતે મુકવા આવ્યા હશે ! કેમ ના થાય .. બધા મમ્મી ને પોતાના બાળક માં એવું જ કંઇક અલગ બતાય ને બતાવું પણ જોઈએ. એ તો મજા છે . નાના પતંગિયા ને પપ્પા હાથ માં લે ત્યારે જ આનંદ થાય એ હાસ્ય જોઈ ને મમ્મી ને ડબલ આનંદ થાય.

થોડી વાત એના જન્મ પૂર્વે આવેલા લોકડાઉન ની કરીએ તો ૨૦૨૦ ના બધા જ પતંગિયા ના મમ્મી ની સરખી પરિસ્થિતિ હશે .  કાંઈ પણ ખાવાનો ચટાકો થાય તો એને ઘર માં જ સંતોષી દેવાનો. મંદિર , થિએટર , બગીચા  બધું જ બંધ. ઘર માં જ બાર ની દુનિયા નો આનંદ લેવાનો. ત્યારે એવું થતું કે અમારા વખતે જ આવું આવ્યું ? એક ખાલી ક્લિનિક માં રૅગ્યુલર ચેક અપ  કરવાં જવાનું એમાં જ પછી બાર ની દુનિયા જોઈ લેવાની. બોવ અઘરું હતું એમાંથી પસાર થવાનું . જેટલી બોટલ પાણી ની નહી વાપરી હોય એટલા સેનિટાઇઝર વપરાયાં .અને ઘરેણાં ની જેમ માસ્ક નો ટ્રેન્ડ થઇ ગયો પણ રાજનંદિની ના બધા સમોવડીયા એમાંથી પસાર થઈ ને આવી ગયા એ વાત ની ખુશી છે.

હવે વાત કરીયે તો એ ક્ષણ ની જયારે તેનો જન્મ થયો ને મોબાઈલ  માં  "It's a girl"  ના સ્ટેટસ મુકાય ગયા. ઘણા કષ્ટો સહન કર્યા બાદ આ ઔલોકિક આનંદ ના સાક્ષી બન્યા. મારી એક ફ્રેન્ડ એ કીધું તું મને કે જ્યારે તું બાળક નો ચહેરો જોઇશ તો બધી પીડા ભુલાઈ જાશે સાચે એવું જ થયું .આપણાં ઘર માં નવી વસ્તુ આવે તો કેટલો આનંદ થાય છે આતો નવું સદસ્ય છે તો બમણો આનંદ થાય .આનંદની સાથે નવી જવાબદારી નો પણ અહેસાસ થયો .

બીડાયેલા પોયણાં ને આપણે ખીલવવાનું છે એને આ દુનિયા ના રંગો માં ભેળવવાનું છે . એટલે જ જાણે ભગવાન એ કીધું હશે કે "અમે તમને ગિફટ આપી દીધી હવે રીટર્ન ગિફટ તમારા પતંગિયા ને આપજો એને ઉડતા શીખવજો ".  🙏તથાસ્તુ.🙏



9 comments:

Clara - the journey starts

 સુતેલા પૂર્વજ ની અર્ધ કપાય ગયેલી પાંખો ધીમે ધીમે ધૂળ ની જેમ ઉડે છે અને દિવ્ય દરવાજા માં જાય છે. રાણી અને બીજા બધા પતંગિયાઓ ની આંખો ચાર થઈ જ...