કલેરા - "મમ્મી પ્લીઝ કંઈક કરો. મારે સ્કુલ જવાનુ છે હું કેમ જઈશ?"
મમ્મી ને આઈડિયા આવે છે ટોપી લઈ આવે છે જેથી એન્ટેના છુપાય જાય છે ને સ્કૂલ ડ્રેસ માં પાંખો માટે કાતર નો ઉપયોગ કરવામાં આવે છે. કાતર થી કામચલાઉ ડ્રેસ કાપીને પાંખ ને જગ્યા આપે છે અને ઉપર જેકેટ પહેરીને સ્કૂલ જાય છે. ખુશનુમા વાતાવરણ માં કલેરા ને આવા ડ્રેસ માં જોઈ ને સ્કૂલ માં બીજા બધા તેની મજાક ઉડાવે છે. ટીચર પણ કલેરા ને વિચિત્ર રીતે જોવે છે. બિચારી કલેરા!!! પણ શું કરે?? આ દિવસ આવવાનો જ હતો. આજે તેને પાંખો ની સાથે બીજી અલગ અનુભૂતિ થાય છે જેમ કે શરીર માં કંઈક અલગ શક્તિ આવી હોય.!! કલેરા ક્લાસ માં જાય છે. રાબેતા મુજબ ભણવાનું શરૂ થાય છે. કલેરા બીજા બધા વિદ્યાર્થી ની તુલના માં ઝડપથી લખી શકતી હતી ને એન્ટેના થી આજુબાજુ માં શું થઈ રહ્યું છે તે અનુભવી શકતી હતી. કલેરા પોતાની નવી શક્તિ થી ખુબ જ ખુશ છે. મનમાં મલકાયા કરે છે. હવે પરીક્ષા માં સમય ની ચિંતા જ નહિ.! શક્તિ ની સાથે કલેરા ને નવા ચેલેન્જ માટે પણ તૈયાર રહેવું પડશે.
બીજી બાજુ રાણી અનેક પતંગિયાઓ ને કલેરા ને બોલાવવા મોકલે છે. વિશાળ ઝુંડ કલેરા ની સ્કૂલ ની પાસે આવે છે. કલેરા એને મહેસુસ કરે છે ને ક્લાસ છોડી ને બહાર દોડી ને જાય છે. બીજા બધા પણ અચાનક થી આવેલા આ ઝુંડ ને જોવા નીકળે છે. બધા પતંગિયા દ્વારા કલેરા ને રાણી નો સંદેશો મળે છે. કલેરા માથું હલાવીને હા પાડે છે ને બધા પતંગિયા તરત જ ત્યાંથી ચાલ્યા જાય છે. બીજા બધા માટે આ સ્વપ્ન હતું પણ કલેરા માટે તો આ સામાન્ય વાત હતી. સ્કૂલ બાદ કલેરા રાણી ને મળવા જાય છે. આ વખતે સ્વાગત માં તેને ગુલાબી તેલ મળે છે. રાણી ના કહેવા મુજબ આ તેલ લગાડવાથી તેની પાંખો ઝડપથી બહાર આવશે ને પીડા પણ નહિ થાય. કલેરા આટલી સરસ ગિફ્ટ મળ્યા બાદ પણ ખુશ ના હતી.
રાણી - " કલેરા, હું તારી નિરાશા નું કારણ જાણી શકું??"
કલેરા - "આ ગિફ્ટ શું કામની? થોડા દિવસો બાદ મારી પાંખો પણ કપાઈ જશે બધાની જેમ."
રાણી - "ઓહ, કલેરા તું વાત સમજી નથી. હજી તું 11 વર્ષ ની છો. તારે પાંખો સંપૂર્ણ પણે આવી જશે પછી શાપ ની અસર ધીમે ધીમે થશે. એ પછી તારે શાપ નું નિવારણ લાવવાનું છે. અને એ ત્યારે જ શક્ય બનશે જયારે તારી પાંખો સંપૂર્ણ થશે. એટલા માટે જ આ તેલ છે જેટલી જલ્દી તારી પાંખો આવશે એટલી જલ્દી તું અને તારા પૂર્વજો આમાંથી મુક્ત થશો."
કલેરા - "પણ... હું આમાં સફળ ના થઈ તો??"
રાણી - "કલેરા, તારી સફળતા અને નિષ્ફળતા પહેલેથી જ નક્કી થયેલી છે. આજથી સાત દિવસ પછી તારી પાંખો ઉડવા લાયક બની જશે એટલે તારી પરીક્ષા ની શરૂઆત થઈ જશે. એ પહેલા તારે મેકોલે પાસેથી વિશિષ્ઠ અભ્યાસ કરવો પડશે એ પછી જ તને તે ચાર તત્વો શોધવા જવાની અનુમતિ આપવામાં આવશે."
કલેરા મૂંઝવણ અનુભવે છે અને ઘરે આવે છે. બીજી બાજુ રાણી પોતાની શક્તિ થી એક જાદુઈ પરપોટો બનાવે છે અને કલેરા ની પાછળ જવા દે છે.
રાણી - "આ પરપોટો તારી સાથે પડછાયા ની જેમ રહેશે અને મુશ્કેલી માં સાથ આપશે. "
હવેથી તેનામાં અલગ બદલાવ ની સાથે નવી શક્તિ નો પણ સમન્વય થશે જેનાથી તે બિલકુલ અજાણ હોય છે.
હવેથી કલેરા સોસાયટી તથા સ્કૂલ માં આકર્ષણ નું કેન્દ્ર બની ગઈ હોય છે. જ્યાં તે જાય ત્યાં એક બે પતંગિયા તેની આજુબાજુ રમતા હોય. ક્લાસ માં ટીચર સવાલ પૂછે તો હાથ ને બદલે એન્ટેના ઉંચો થઈ જાય અને બધા જવાબ સાચા આપે. લખવામાં એકદમ તેજ અને બીજાને પણ મદદ કરે. એક દિવસ તેની મિત્ર ડોલી ને પાંચ મિનિટ માં સત્તર પાનાં લખી આપ્યા. ડોલી નું અઠવાડિયા નું કામ થઈ ગયું.
કલેરા ને સ્કૂલ માં ટેસ્ટ પેપર પણ મિનિટો માં પૂરો થઈ જાય. તેની આ વિશિષ્ટ શક્તિ થી બધા હેરાન હતા સાથે સાથે તેના વિશિષ્ટ કપડાં!!!! પણ એક વાત કલેરા ની બધાને અજીબ લગતી મોટેભાગે તે હંમેશા ફળો ના રસ જ પીતી અને ફળ જ ખાતી. તેના મિત્રો તેને સમોસા, બર્ગર, સેન્ડવિચ ખાવા દેતા પણ તેને તે પસંદ જ નથી. ધીમે ધીમે કલેરા ની પાંખો બહાર આવતી હોય છે. આ કામ રાતે જ થતું હોય છે. આખરે સાત દિવસ પછી કલેરા ની સંપૂર્ણ પાંખો બહાર આવી જાય છે અને તે ઉડવાની કોશિશ કરે છે.
મમ્મી રસોડા માં કામ કરતા હોય છે કલેરા સીધી ઉડીને ત્યાં પહોંચી જાય છે. મમ્મી ખુબ જ ખુશ થાય છે આ નવા સ્વરૂપ ને જોઈ ને.!!
એક તરફ કલેરા ની પાંખો થી પરિવાર માં ખુશી નો માહોલ હોય છે અને બીજી બાજુ રાણી ની ગુફા ના ફૂલો અચાનક સુકાવા માંડે છે. રાણી ની આંખોમાં ભય જોવા મળે છે. બધાં પતંગિયાઓ ચિંતાતુર થઈ જાય છે અને સુતેલા પૂર્વજ ની સામું જુએ છે...
બીજે દિવસે સવારે રવિવાર હોવાથી મમ્મી કલેરા ને શોપિંગ કરવા એક નાના મોલમાં લઈ જાય છે. કલેરા ચારેબાજુ જુએ છે કેમેરા છે કે નહિ.? મોલ નાનો હોવાથી તેમાં કેમેરા હતા નહિ.
મમ્મી - "કલેરા તું સામેથી થોડા ફળો લઇ આવ ત્યાં સુધી હું અહીં અમુક વસ્તુ જોઈ ને આવું છું. "
ઓર્ડર મળતા જ કલેરા જેકેટ કાઢી ને ઉડીને ત્યાં પહોંચી જાય છે. આટલું ચાલે કોણ?? શક્તિ નો રોજ થોડોક ઉપયોગ તો કરવો પડે ને એમ વિચારીને તે આમ થી તેમ ઉડવા માંડે છે ને બધું ભેગું કરે છે. સદભાગ્યે કોઈ તે જોતું નથી મમ્મી પણ નહિ. આમ કલેરા પોતાની શક્તિ થી ખુબ જ ખુશ છે. બીજા દિવસે તે સ્કૂલ માં મોડી પહોંચે છે બીજા બધા સ્ટુડન્ટ લેબોરેટરી માં ચાલ્યા ગયા હોય છે. કલેરા ઝડપથી પહોંચવા ઉડીને ત્રીજે માળે આવેલી લેબોરેટરી માં ડાયરેક્ટ પહોંચી જાય છે. બીજાની જેમ કલેરા પણ પરપોટાં ના પ્રયોગ કરવા લાગે છે. અચાનક તેના પરપોટાં લેબોરેટરી માં આમ થી આમ ઉડવા માંડે છે અને લાલ રંગના થઈ ને ફૂટી જાય છે. કલેરા આ બાબત નું રહસ્ય જાણવા રાણી પાસે જાય છે ત્યાં જતા જ તે આજ સુધીની સૌથી ભયંકર વસ્તુ જુએ છે.....
Continues....
Clara - "Mom please do something. I have to go to school."
Mom comes up with the idea to bring a hat so that the antenna is hidden and scissors are used for the wings in the school dress. She cuts a temporary dress with scissors to make place for the wing and goes to school wearing a jacket on top. Seeing Clara in such a dress in a pleasant atmosphere makes fun of her. The teacher also looks at Clara strangely. Poor Clara !!! But what she does ?? This day was bound to come. Today it feels different with the wings as if something different has come into the body !! Clara goes into class. Study begins as usual. Clara could write faster than all the other students and could feel what was happening around the antenna. Clara is very happy with her new power. Now don't worry about the time in the exam! Along with new power Clara also has to be ready for a new challenge.
On the other side, the queen sends several butterflies to call Clara. A large crowd comes to Clara's school. Clara realizes this and leaves the class and runs outside. Everyone else goes out to see the crowd. Clara gets the queen's message through all the butterflies. Clara nods and all the butterflies leave immediately. This was a dream for everyone else but it was normal for Clara. After school, Clara goes to see the queen. This time she gets pink oil in the reception. According to queen after applying this oil will make her wings come out quickly and will not cause any pain. Clara was not happy even after receiving such a nice gift
Queen - "Clara, can I know the reason for your disappointment ??"
Clara - "What's the use of this gift? After a few days my wings will be cut off like everyone else."
Queen - "Oh, Clara, you don't understand. You are still 11 years old. Your wings will come off completely, then the effect of the curse will be gradual. Then you have to get rid of the curse. And that will be possible only when your wings come out . That is why it is oil. The sooner your wings come, the sooner you and your ancestors will be free from it. "
Clara - "But ... if I don't succeed in this ??"
Queen - "Clara, your success and failure are already determined. Seven days from today, your wings will be able to fly, so your exam will begin. Only then will you have to do a special study from Macaulay before you will be allowed to go and find those four elements. "
Clara feels confused and comes home. The queen, on the other hand, creates a magical bubble with her own power and lets go after Clara.
Queen - "This bubble will be with you like a shadow and will accompany you in trouble."
From now on, it will be accompanied by a different change and a new power which it is completely unaware of.
From now on, Clara has become a center of attraction in the society and school. Wherever she goes a couple of butterflies are playing around her. If the teacher asks a question in class, the antenna will be raised instead of the hand and all the answers will be correct. Extremely bright in writing and also helps others. One day she helped her friend Dolly to write seventeen pages in five minutes. Dolly's weekly work is over.
Even Clara's test paper at school is completed in minutes. All were annoyed by her special power as well as her special clothes !!!! But one thing is for sure, Clara's weirdness is that she often drank only fruit juice and ate only fruit. Her friends let her eat samosas, burgers, sandwiches but she doesn't like it. Slowly the wings of the clara come out. This work is done at night. Eventually after seven days Clara's full wings come out and she tries to fly.
While Mom is working in the kitchen, Clara flies straight to get there. Mom is very happy to see this new look. Awesome !!
On the one hand, there is an atmosphere of happiness in the family from the wings of Clara and on the other hand, the flowers of the queen's cave suddenly start drying up. Fear is seen in the queen's eyes. All the butterflies get worried and look at the sidewalk ancestor.
The next day, in Sunday morning, Mom takes Clara to a mall for shopping. Clara looks around to see if there is a camera.? The mall was small so it didn't have cameras.
Mom - "I'll bring some fruit, you can take whatever you want"
As soon as the order is received, Clara takes off her jacket and flies here and there. Who walks so much ?? Thinking that she has to use a little bit of energy every day, she starts flying like this and collects everything. Luckily no one sees it, not even mom. Thus Clara is very happy with her power. The next day she arrives late to school. All the other students have gone to the laboratory. Clara flies quickly to reach the laboratory on the third floor. Like everyone else, Clara seems to be experimenting with bubbles. Suddenly its bubbles start flying like this in the laboratory and turn red and burst. Clara goes to the queen to find out the secret of this matter and as soon as she goes there she sees the most horrible thing...
Continues....