Friday 11 June 2021

કાશ્મીર કી કલી ( kashmir ki kali )

 

હાથ માં બ્લુ ડાયમંડ જડેલું બ્રેસલેટ, અડધા સોનેરી હાઈલાઈટ કરેલા વાળ, મેક અપ વગર પણ ચમકતી આંખો, હાઈ હિલ્સ ના સેન્ડલ પહેરેલી યુવતી આલીશન બિલ્ડીંગ ના સોળમાં માળે બેસીને લેપટોપ લઈ ને ગૂગલ માં કંઈક સર્ચ કરે છે.અને વિચારો માં ખોવાઈ જાય છે....

કાશ્મીર, પૃથ્વી પર નું સ્વર્ગ!!! દુનિયામાં પોતાની સુંદરતા માટે અલગ જ સ્થાન ધરાવે છે. ઠંડી માં રૂ ના ઢગલા જેવા પહાડો અને ગરમી માં જાણે દુનિયાના બધા રંગો અહીં જ જોવા મળે. ફૂલો, પક્ષી, પ્રાણી, નદી બધા પર કુદરતે એક્સટ્રા કૃપા કરી હોય તેવું મનોહર વાતાવરણ!! સ્વર્ગ નો અનુભવ અહીં થાય અને સ્વર્ગવાસીઓ એટલે કાશ્મીર ના લોકો પણ એવા, અનોખા. એવો જ એક પરિવાર ત્યાં રહેતો. નાનકડા ગામ માં આ પરિવાર રહેતો. ઘર માં મમ્મી, પપ્પા, દાદી અને નાનકડી એરા." કાશ્મીર કી કલી "એટલે એરા. મોટી મોટી આંખો, ગુલાબી ચહેરો અને બિન્દાસ સ્વભાવ. એરા નો પરિવાર ત્યાંના લોકો ના પ્રમાણ માં ગરીબ ગણાતો. તેઓ પશમીના શાલ બનાવતા. ગરીબાઈ ને લીધે એરા ને સ્કૂલ જવા દેતા નહિ. પપ્પા આખો દિવસ બકરી ચરાવવા જાય મમ્મી અને દાદી ઘર ને સંભાળે ને શાલ બનાવે. પશમીના શાલ હાથેથી બનાવામાં આવે છે. આમ તો ગામ માં ઘણા લોકો આ કામ કરતા પણ એરા ના પરિવાર જેવી સુંદર શાલ કોઈ બનાવતું નહિ. એરા પણ ધીમે ધીમે એ કામ માં રસ ધરાવતી થઈ ગઈ . શાલ માં ઉપયોગમાં લેવામાં આવતા રેશમી રંગબેરંગી દોરા થી રમવું તેને ગમતું, ઘણી વાર રમત રમત માં દોરા ગૂંચવી દેતી તો દાદી ખુબ ખીજાય. અને વ્હાલ પણ કરે.

ગામ ના બીજા બધા છોકરા અને તેની મિત્ર નોમી સ્કૂલ જતા એટલે એરા થોડું ઘણું જ્ઞાન તેમની પાસેથી લઈ લેતી. ભણવા કરતા તેને પોતાની આજુબાજુ નું જ્ઞાન વધારે હતું. ગામ માં વાર તહેવારે કંઈક નવીન પ્રવૃત્તિ થાય. એક વખત સરપંચે ગામ ના બાળકો માટે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલું. બધા બાળકો જુદા જુદા અતરંગી વિષયો પર બોલ્યા. એરા ને પણ બોલવાની ઈચ્છા થઈ તેની સમજ મુજબ તે તેની નજર માં આવતા અનુભવ વિશે એટલે પશમીના શાલ વિશે બોલી :

" પશમીના શાલ દુનિયામાં સૌથી મોંઘી અને સુંદર છે. તેને પશમીના બકરી ના વાળમાંથી બનાવામાં આવે છે. તે બકરી મોટા ભાગે લદાખ માં પણ જોવા મળે છે. એક શાલ બનાવતા 72 કલાક લાગે છે. આને મશીન થી નહિ હાથથી જ બનાવાય છે. 3 પશમીના બકરી ના વાળ ભેગા કરીયે ત્યારે એક શાલ બને છે ને તેમાં સિલ્ક ના દોરા થી સજાવટ નું કામ થાય છે. આ શાલ એટલી મુલાયમ હોય છે કે તેને વીંટીમાંથી પણ પસાર કરી શકાય છે ને મુલાયમ હોવાની સાથે એક શાલ 6 સ્વેટર જેટલી ગરમી પણ આપે છે. તેથી વિદેશીઓ આને ખુબ પસંદ કરે છે. "

આટલું ફટાફટ એકી શ્વાસ માં એરા બોલી જાય છે. ગામમાં લગભગ બધા આ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે પણ આટલી જાણકારી તો કોઈ પાસે નથી. સરપંચ એરા ને અભિનંદન આપે છે. બધા તાળી ના ગડગડાટ થી એરા ને વધાવી લે છે. આવા અનુભવી જ્ઞાન સાથે એરા મોટી થતી જાય છે. હવે તે પણ શાલ બનાવે છે ને કયારેક કયારેક બકરી ચરાવવા પણ જાય છે. આમ તે પરિવાર ને મદદ કરે છે. એક દિવસ બાજુના ગામ માં હેન્ડીક્રાફ્ટ ની વસ્તુઓ નો મેળો ભરાવાનો હોય છે. એરા ને માહિતી મળે છે કે અવારનવાર આવા મેળા માં મોટી સંખ્યામાં દેશ વિદેશ થી લોકો આવે છે. એરા પણ તેમાં સ્ટોલ નાખવાનું નક્કી કરે છે. ઘરે આ વિશે ચર્ચા થાય છે. સ્ટોલ માટે થોડા પૈસા ઓછા પડે છે તો એરા તેના કાકા પાસેથી લે છે. પાંચ દિવસ પછી મેળો ભરાવાનો હોય છે એરા પોતાના પપ્પા સાથે મળીને તનતોડ મહેનત કરે છે. જો મેળા માં તેની બધી શાલ વેચાય જાય તો અડધા વર્ષ નું અનાજ ભરાય જાય. પોઝિટિવ વિચારો થી ભરેલી એરા હાથ થી સુંદર રૂમાલ, ડ્રેસ પર સજાવટ, ને ટોપી પર પણ અલગ અલગ દોરા થી ભરતકામ કરે છે. મેળા ના આગલા દિવસે તે સામાન લઈ ને ત્યાં પહોંચી જાય છે. ને સ્ટોલ માં સુઘડ રીતે બધું ગોઠવી દે છે. પોતાની મિત્ર નોમી પાસેથી સ્ટોલ ઉપર નામ પણ લખાવે છે. " સ્ટોલ નંબર - 31 કાશ્મીર કી કલી ". મહેનત થી મેળવેલ પથ્થર પણ સાચવી ને રખાય છે આતો સ્ટોલ છે એમ રાતે મૂકીને થોડું જવાય? એવુ વિચારીને એરા અને તેના પપ્પા ત્યાં જ રોકાય છે. સવારે વહેલા તૈયાર થઈ ને સ્ટોલ માં અગરબત્તી કરે છે ને ભગવાન ને પ્રાર્થના કરે છે. ધીમે ધીમે મેળો શરુ થાય છે લોકો આવે છે જાય છે. એરા ભીડ ની સામે આશા ભરી નજરે જોતી રહે છે. ત્યાં જ એક વિદેશીઓનું ટોળું આવે છે ને પટપટ ઇંગલિશ માં બોલે છે. સારુ થયું નોમી ત્યાં હતી એટલે તે બધા ને જવાબ આપે છે અને તે લોકો પાંચ શાલ ની ખરીદી કરે છે. નોમી ના કહેવા મુજબ તે ઈજરાયલ થી આવેલા ને તેઓ ને આ શાલ ખુબ જ પસંદ આવી. ધીમે ધીમે સાંજ પડે છે ને સ્ટોલ બંધ કરવાનું કહેવામાં આવે છે. નોમી પૈસા ગણી ને હિસાબ કરે છે. ખુબ જ સારો નફો થયો છે. થોડી ટોપી ને છોડીને બધી જ શાલ વેચાય ગઈ તે જાણી ને એરા ખુબ જ ખુશ થાય છે. તે લોકો ઘરે આવે છે અને બીજે દિવસે એરા ના પપ્પા બીજી બે પશમીના બકરી ખરીદી લાવે છે. એરા અને તેનો પરિવાર ખુબ જ ખુશ થાય છે. સાથે સાથે પપ્પા એ બે બકરી ની જવાબદારી એરા ને સોંપે છે.

હવેથી રોજ સવારે એરા એ બકરી લઈ ને ચાલ્યું જાવાનું ને એની બધી સારસંભાળ રાખવાની. દાદી ને અને મમ્મી ને થયું કે એરા બકરી માં જ રહેશે તો ઘર ક્યારે સંભાળશે ? પણ એરા ની સામે કોઈ કાંઈ બોલતું નહિ. ધીમે ધીમે એરા બકરી ના વાળ કાઢતા પણ શીખી ગઈ. એરા ને બકરી ના વાળ કાઢતા બહુ દુઃખ થતું, કેમ નહિ? આપણી સાથે કોઈ એવુ વર્તન કરે તો કેવું થાય? પણ રોજીરોટી નો સવાલ હોવાથી એરા કાંઈ બોલતી નહિ. બકરી ચરાવવા જાય ત્યારે બકરીઓ ખાવામાં મશગુલ હોય ને એરા કુદરત ને માણવામાં!!!

રોજ ની જેમ આજે પણ તે બકરીઓ ને લઈને નીકળે છે. આજે તે બીજો પહાડી રસ્તો પસંદ કરે છે. અડ્વેન્ચર માટે તે હંમેશા તૈયાર જ હોય. ત્યાં બરફ પણ હતો અને મોટી મોટી ભેખડો. પશમીના બકરી બરફ વગેરે માં આસાની થી ચાલી શકતી. થોડે દુર આવ્યા બાદ એરા ત્યાં જ આરામ કરે છે ને બકરીઓ ઘાસ શોધવા લાગે છે. થોડી વાર માં જાણે ભૂકંપ આવ્યો હોય તેવું કંપન થાય છે. ચારે બાજુ પક્ષીઓ જોરજોર થી બોલવા માંડે છે બકરીઓ આમ તેમ દોડે છે. એરા ફટાફટ ઊભી થાય અને પરિસ્થિતિ સંભાળે ત્યાં જ કોઈક ની ચીસ સંભળાય છે. પ્લીઝ હેલ્પ, પ્લીઝ હેલ્પ!! એરા તે દિશામાં જાય છે, ત્યાં લેન્ડ સ્લાઈડ થયું હોય છે ને એક યુવતી ઝાડ ને પકડી ને લટકાય ગઈ હોય છે. એરા પોતાના માથા પરથી દુપટો કાઢે છે ને તેને વળ ચડાવીને પેલી છોકરી ને આપે છે જેથી તે ઉપર ચડી શકે. દુપટ્ટા ની મદદ થી તે ચડી જાય છે.

યુવતી - thank you so much, angel એમ કહીને હાથ મિલાવે છે. એરા પણ હાથ મિલાવે છે. યુવતી કંઈક ઇંગલિશ માં બડબડ કરે છે એરા એને ઈશારા માં ના પાડે છે. ત્યાં અચાનક નોમી આવી ચડે છે લેન્ડ સ્લાઈડ નું સાંભળી ને એરા ના મમ્મી એ તેને મોકલી હોય છે. સંકટ સમયે જેની જરૂર હતી તે નોમી આવી ગઈ. હવે ઇંગલિશ માં બોલવાનું કામ નોમી કરશે. નોમી તેને ઓળખી જાય છે તે પેલી ઈઝરાયલ વાળી જ છે જેણે પાંચ શાલ  ખરીદી હતી તે પણ નોમી ને ઓળખી જાય છે.તે યુવતી ને નોમી ઘણી વાર સુધી વાતો કરે છે. પછી ત્રણેય ત્યાં બેસે છે. નોમી કાશ્મીરી અને ઇંગલિશ નું ટ્રાન્સલેટર બની જાય છે. આખરે વાત માં જાણવા મળે છે તે યુવતી નું નામ લીઝા હોય છે ને તે પોતાના મિત્રો સાથે ઈઝરાયલ થી ફરવા આવી હોય છે. પણ આ લેન્ડ સ્લાઈડ ના લીધે તે મિત્રો થી અલગ પડી જાય છે અને તેની હોટેલ પણ ઘણી દુર હોય છે ઉપરથી મોબાઈલ માં નેટવર્ક પણ નથી. તેને ખુબ જ ભૂખ ને તરસ લાગી હોય છે. આવી પરિસ્થિતિ માં એરા તેને પોતાના ઘરે લઈ જવાનું વિચારે છે. ત્રણેય ઘરે આવે છે બધી વાત કરે છે. તેને જમવાનું આપે છે. દાદી ને આમ અજાણ્યા ને ઘરમાં રાખવાની વાત ગમતી નથી પણ બિચારી જાય ક્યાં? તેવું વિચારીને તે સહમત થાય છે. એ બધાની સાથે નોમી ને પણ ત્યાં રોકાવું પડે છે.

નવ દિવસ સુધી લીઝા ત્યાં દૂધ માં સાકર ની જેમ ભળી જાય છે. રોજ ફોન માં પરિવાર ને નવી નવી જાણવા જેવી વાતો ના વિડિઓ બતાવે છે. એરા ને થોડી abcd શીખડાવે છે. દાદી ને પણ એમાં રસ પડે છે. એક જ જગ્યા બેસી ને આખી દુનિયા ને માણવાની!! દાદી તો રોજ ઘર માં બેસી ને ચાર ધામ, અમરનાથ, કેદારનાથ જઈ આવતા ને વળી કયારેક મલેશિયા ના દરિયા કિનારે લટાર મારી આવતા. લીઝા એ પરિવાર ને આટલા દિવસ ખુબ જ આનંદ કરાવ્યો. એના બદલા માં લીઝા ને પણ ઘણો પ્રેમ મળ્યો. રોજ મમ્મી ના હાથ નું સ્વાદિષ્ટ જમવાનું પુરી, કઢી, બાલુશાહી, પુલાવ તથા અન્ય વ્યંજનો. લીઝા એ આટલું ટેસ્ટી જમવાનું ક્યારેય જમ્યું નહતું. આ ઉપરાંત તેણે પશ્મીના બકરી અને તેમાંથી બનતી શાલ વિશે ઘણું જ્ઞાન મેળવ્યું. પોતાના આ ટેમ્પોરરી પરિવાર ની યાદો ફોન માં સમેટી ને વિદાય નો દિવસ આવી ગયો. તેના મિત્રો તેને શોધતા શોધતા આવી પહોંચ્યા. લીઝા એ મિત્રો સાથે એરા ના પરિવાર નો પરિચય કરાવ્યો. અને ખુશી થી વિદાય લીધી. ભારતીય પરંપરા મુજબ વિદાય માં રડવાનું ફરજીયાત!!એટલે લાગણી જ એટલી હોય કે આંસુઓ આંખો ને ધક્કો મારીને બહાર આવી જાય. એરા નો આખો પરિવાર રડતો હતો. પણ લીઝા એ જતા જતા પાછળ વળી ને જોયું પણ નહિ!!  દાદી સાચું કહે છે પરદેશી આવા જ હોય. કાંઈ મોહ માયા નહિ. એવુ મન માં વિચારીને એરા પોતાના કામે લાગે છે. બીજા વર્ષ ના મેળા ની તૈયારી અત્યારથી કરવાની હોય છે. એરા હવે એકલી પડી જાય છે કેમ કે નોમી હવે સ્કૂલ બાદ કોલેજ માં જાય છે તેથી તેની પાસે પૂરતો સમય નથી કે એરા સાથે વાતો કરે. એરા હવે બહાર ની સાથે ઘર ના કામ પણ સંભાળે છે. નોમી ની કૉલેજ માં બહુ મોટી લાઈબ્રેરી હોય છે રોજ તે ત્યાં જાય છે ને છાપા, મેગેઝીન વાંચે ને નવીન વસ્તુ ઘર માં જણાવે. જુદી જુદી જાતના ભરતકામ ની ચિત્રવાળી ચોપડી એણે એરા ને બતાવેલી તેમાંથી એરા ઘણું શીખેલી. એક વખત નોમી લાઈબ્રેરી માં જઈ ને મેગઝીન અને એક બે છાપા વાંચવા લે છે. મેગઝીન ના પાના ફેરવતા ફેરવતા તેની આંખો ચાર થઈ જાય છે ને ત્યાં મેડમ ની મંજૂરી થી મેગેઝીન ઘરે લાવે છે.  દોટ મૂકીને એરા ના ઘર માં જાય છે. બધા શાલ બનાવવા માં વ્યસ્ત હોય છે. આમ અચાનક નોમી ના આવવાથી તેઓ ટેન્શન માં આવી જાય છે. નોમી હાંફ્તા હાંફ્તા મેગેઝીન એરા ને આપે છે. એની પણ આંખો ચાર થઈ જાય છે જયારે એ તેમાં લીઝા નો ફોટો જોવે છે. મમ્મી નોમી ને પાણી આપે છે. શાંત પડીને નોમી મેગેઝીન નું તે પાનું વાંચીને ટૂંક માં કહે છે. કે લીઝા ઈઝરાયલ ના એક નામી ઉદ્યોગપતિ ની દીકરી છે. આ ફોટામાં એના પપ્પા છે ને આ મમ્મી છે. તેના પપ્પા એ ઈઝરાયલ માં ઘણા લોકો ને જુદી જુદી રીતે મદદ કરી એ માટે તેનો લેખ છપાયેલો છે. લીઝા ના પપ્પા કરોડપતિ છે ને ઘણા સમાજ માટે ઉમદા કામ કરે છે. લીઝા ને ફરવાનો શોખ હોવાથી તે મિત્રો સાથે જુદા જુદા દેશ માં ફરવા જાય છે ને તેના વિશે લખે છે. નોમી બધાને ફોટો બતાવે છે. પીક્ચર માં આવે એવી ખુરશી માં એના મમ્મી પપ્પા બેઠા છે ને લીઝા ઊભી છે એના પપ્પા પાસે. એરા ને લાગ્યું આટલી પૈસાવાળી છોકરી અમારા ઘર માં રહી અમને ખબર પણ ના પડી. એટલે જ જતાજતા કાંઈ બોલી નહિ. પૈસાવાળા માણસો ને અમારા જેવા લોકો ની શું કિંમત?? જે હોય પણ ખુબ જ સરસ ફોટો છે. એમ કહીને એરા પોતાના કામ માં લાગી જાય છે. કેમ કે બે દિવસ પછી ફરી મેળા નું આયોજન હતું આ વખતે ડબલ નફો કરવાનો છે એ વિચાર થી લોકો મેગેઝીન મૂકી ને કામ માં લાગી જાય છે.

બે દિવસ પછી નોમી, એરા અને તેના પપ્પા સ્ટોલ માં કામ કરતા હોય છે. ત્યાં પાછળ થી અવાજ આવે છે.

Excuse me, who is miss era? (માફ કરજો, આમાંથી એરા કોણ છે)

નોમી એરા તરફ આંગળી થી ઈશારો કરે છે. કોઈ અજાણ્યો યુવાન હોય છે. તે એરા ને એક બેગ આપે છે. ને ચાલ્યો જાય છે. પપ્પા તેને રોકવાનો પ્રયત્ન કરે છે પણ તે ગાડી માં બેસી ને નીકળી જાય છે. સ્ટોલ શરુ થવાને હજી વાર હોય છે. એટલે તેઓ બેગ ખોલીને જુએ છે. અલગ અલગ કેટલાય કાગળ હોય છે અને એક પર્સ. નોમી બધું જુએ છે ને એરા ને ફટાફટ બધું સંકેલી ને ઘરે લઈ જાય છે. એરા ખુબ જ બેચેની અનુભવે છે કેમ કે નોમી આવું વર્તન કરે છે ને કાંઈ પણ કહેતી નથી. શું આ કાગળ તેના સ્ટોલ કરતા વધારે મહત્વના છે?? ઘરે પહોંચતા નોમી દરવાજો બંધ કરે છે ને બધાને બેસાડે છે. અને કહે છે લીઝા એ એરા માટે ઈઝરાયલ જવા માટે નો પત્ર મોકલ્યો છે. એક સ્માર્ટ ફોન છે. પાસપોર્ટ માટે અમુક લોકો ના ફોન નંબર છે ને ટિકિટ તથા અન્ય ખર્ચ માટે પૈસા મોકલ્યા છે. પત્ર માં લખ્યું છે, જેમ તે અહીં મહેમાન બની હતી તેમ એરા પણ ત્યાં જાય. નોમી વધારે ખુશ થાય છે કેમકે બધું હૅન્ડલ કરવા તેને પણ સાથે જવાનુ હતું. ત્યાં જ ફોન માં રિંગ વાગે છે ને સામેથી કોઈક માણસ કહે છે કે તે કાલે ત્યાં આવીને પાસપોર્ટ ની કામગીરી શરૂ કરશે.. જેનું જીવન પશમીના થી શરુ થઈ ને શાલ બનાવવામાં જ વીત્યું આજે તે બીજા દેશ માં જશે જેનું નામ પણ તેને લખતા નથી આવડતું. એરા રડવા લાગે છે. મમ્મી પપ્પા તેને સંભાળે છે કદાચ એને જીવન માં આગળ વધવા ના દેવામાં તેમનો હાથ હતો જેથી તે કદી સ્કૂલ નથી જઈ શકી. પણ હવે આ ભૂલ ને સુધારવામાં આવશે, એરા ને ઈઝરાયલ મોકલીને. સોનેરી ચકલી ને આંગણા માં બહુ ચણવા દીધી હવે તેને ઉડવાનો સમય આવી ગયો છે. આ બધું તેણે જાતે જ મેળવ્યું છે તેના સ્વભાવથી.

માત્ર ભણતર નહિ કયારેક સારા ગુણો પણ માણસ ને આગળ વધારે છે.

બીજા દિવસે માણસો આવે છે ને પાસપોર્ટ વગેરે ની તૈયારી કરે છે. થોડા જ દિવસો માં જવાની તૈયારી થઈ જાય છે. નોમી પણ પરિવાર ની સાથે એરા ના ઘરે આવે છે. મમ્મી લીઝા માટે બાલુશાહી ડબ્બા માં ભરી દે છે અને બન્ને ના પરિવારજનો સલાહ નો વરસાદ શરૂ કરી દે છે. ત્યાં જ મસ્ત બ્લેક કલર ની સ્કોર્પિયો આવે છે ને લીઝા મેડમ નું નામ લઈ ને તેઓ ને લઈ જાય છે. એરા અને નોમી તેમાં બેસી ને જાય છે  અને શ્રીનગર એરપોર્ટ પર પહોંચે છે. ત્યાંથી  ચેન્નાઇ જવાનુ હોય છે ને પછી ઈઝરાયલ. નોમી એ એરપોર્ટ ફોટા માં જોયું હતું આજે પહેલીવાર હકીકત માં જોયું. તે આમથી આમ જોયા કરે છે કે કોઈ ફિલ્મ સ્ટાર મળી જાય તો ફોટો પડાવીશું.!!! એરા પોતાના જીવન ના આ ટર્નિંગ પોઇન્ટ ને માણે છે. ચેન્નાઇ પહોંચી ને પાંચ છ કલાક બાદ તેઓ જેરુસલેમ પહોંચે છે. ત્યાં એરપોર્ટ પર લીઝા ને જોઈ ને એરા ખુશ થઈ જાય છે. બધા કાર માં બેસી ને ઘરે જાય છે. લીઝા નું ઘર એરપોર્ટ થી નજીક હોય છે જેથી તેઓ ફટાફટ પહોંચી જાય છે. એક મહેલ જાણે જોઈ લ્યો એવુ એનું ઘર.  બહાર તેના પપ્પા મમ્મી તથા નોકરો સ્વાગત માટે ઉભા હોય છે. એરા અને નોમી બન્ને ને પગે લાગે છે. અને ઘર માં જાય છે.  બે દિવસ તો એરા ને લીઝા નું ઘર જોતા લાગ્યા. આના કરતા પશમીના નું ભરતકામ કરવું સહેલું!

એક દિવસ સવારે લીઝા લેપટોપ લઈને આવે છે ને નોમી અને એરા ને કંઈક બતાવે છે. લેપટોપ માં લીઝા એ એરા સાથે વિતાવેલો સમય અને તેની શાલ ના ફોટા હોય છે. લીઝા નોમી ને જણાવે છે કે તેણે એરા, પશમીના શાલ ને અન્ય હેન્ડી ક્રાફ્ટ જે દુનિયામાં અમૂલ્ય છે તેના પર વેબસાઈટ બનાવી છે ને ફોટા પણ મુક્યા છે. દુનિયામાં ઘણા લોકો એ એમાં રસ દાખવ્યો છે. આપણી એરા અને પશમીના હવે લોકલ નથી રહ્યા તેનું નામ દુનિયામાં મશહૂર થઈ ગયું છે. દર વર્ષે અહીં આવા ટેલેન્ટ માટે ની સ્પર્ધા યોજાય છે. તેમાં તારે ભાગ લેવાનો છે તે માટે તને અહીંયા બોલાવી છે. એરા મુંજાય જાય છે ને ના પાડે છે આટલા મોટા પ્લેટફોર્મ માટે તે ક્યારેય તૈયાર છે જ નથી તેમ વિચારીને રડવા લાગે છે.

લીઝા અને નોમી એને સમજાવે છે કે આ જ એ મોકો છે જેનાથી એ પોતાની જાત ને સાબિત કરી શકે. દરિયામાં ભળેલા મીઠા ની કાંઈ કિંમત નથી હોતી પણ જમવામાં એજ મીઠુ ના જાય તો બધું નકામું છે. તું એ મીઠા સમાન છો  એરા! એરા ને થોડો સમય જોઈએ છે વિચારવા. નોમી ને કહીને તે કાશ્મીરમાં બાજુવાળા કાકા ના ઘરે ફોન લગાડે છે મમ્મી સાથે વાત કરવા.

મમ્મી - "એરા બેટા, તમે પહોંચી ગયા? બધું બરોબર છે ને? લીઝા સાથે કાંઈ વાત થઈ? કેમ એણે ત્યાં બોલાવ્યા?"

એરા - " મમ્મી આપણે એમ સમજતા હતા કે લીઝા ને કાંઈ આપણી જેવી મોહ માયા નથી. આપણે તેને પુરી ખવડાવી તેના બદલા માં મારી પૂરી જિંદગી બદલી નાખી."

એરા બધી જ વાત મમ્મી ને જણાવે છે. મમ્મી ખુશ થાય છે ને એરા ને આગળ વધવા કહે છે.

બીજે દિવસ થી એરાની ટ્રેનિંગ શરુ થાય છે. તેને ઇંગલિશ બોલતા, તેમજ બોડી લેન્ગવેજ માટે ખાસ ટ્રેનર ને બોલવામાં આવે છે. અધૂરા માં પૂરું લીઝા તેના ડિઝાઇનર પાસે એરા માટે સ્પેશ્યિલ કપડાં બનાવડાવે છે. સ્માર્ટ ફોન અને લેપટોપ માં કામ કરતા પણ શીખડાવે છે. ટ્રેનિંગ બાદ એરા મારુતિ માંથી મર્સિડીઝ બની ગઈ હોય તેવી લાગવા માંડી . હવે સમય આવી ગયો એરા ની પરીક્ષા નો.

નોમી તો એરા ને નવા અવતાર માં જોઈ ને મંત્રમુગ્ધ થઈ ગઈ. ફેરન (કાશ્મીરી ડ્રેસ ) ને બદલે લાબું સ્કર્ટ, ટી શર્ટ ને ગુલાબી પશમીના શાલ.!!

બધા ઇવેન્ટ હોલ તરફ જાય છે એક પછી એક ની કૃતિ પ્રેસેંટેશન રૂપે બતાવવામાં આવે છે. એરા નું પ્રેસેંટેશન લીઝા એ ફોટા સહીત તૈયાર કરીને રાખ્યું હોય છે. એરા પોતાના પરિવાર ને યાદ કરીને આગળ વધે છે અને પશમીના શાલ નું પ્રેસેંટેશન શરૂ થાય છે. તેણે ઓઢેલી શાલ આકર્ષણ નું કેન્દ્ગ

બને છે. પ્રેસેંટેશન પૂરું થયા બાદ કોઈ ફિરંગી સવાલ પૂછે છે કે "આ શાલ વિશે વધારે વિગત જણાવી શકો ? "નોમી જવાબ દેવા ઊભી થાય ત્યાં એરા ઇંગલિશ માં સરળ રીતે પટપટ બોલી જાય છે જેવું તે નાનપણ માં સરપંચ સામે બોલી હતી. તાળીઓ નો ગડગડાટ થવા માંડે છે. એક બે નહિ પશમીના શાલ ના ત્રણસો ગ્રાહકો ત્યાં જ બની જાય છે. એરા એ તેના પરિવારની સાથે આખા ગામ નો નકશો બદલી દીધો. આટલી બધી શાલ ઓછા સમય માં આખુ ગામ મળીને કરે તોજ થાય. આ સરસ સમાચાર એરા ફોન કરીને પપ્પા ને જણાવે છે ને કહે છે, are you ready for that daddy? (શું તમે આમાટે તૈયાર છો પપ્પા?)

Are you ready??era??? (શું તું તૈયાર છે? એરા?) પાછળ થી અવાજ આવે છે ને એરા લેપટોપ બંધ કરે છે. સોનેરી હાઈલાઈટ કરેલા વાળ સરખા કરીને એરા લીઝા સાથે ઇન્ટરનેશનલ હેન્ડી ક્રાફ્ટ એક્ઝિબિશન માં જવા નીકળે છે. ગાડીમાં બેસીને ઇન્સ્ટાગ્રામ માં એક સુવિચાર મોબાઈલ થી પોસ્ટ કરે છે.

જયારે આપણે કોઈને કાંઈ પણ નિસ્વાર્થ ભાવે આપીયે છીએ તો તેનું વળતર અમૂલ્ય હોય છે.


              PASHMINA GOAT



                  PASHMINA SHAWL 

 

A bracelet with a blue diamond in her hand, half blonde highlighted hair, shining eyes even without make-up, sandals from high heels, sitting on the 16th floor of luxurious Building, taking a laptop and searching for something in Google. ..

Kashmir, the paradise on earth, has a special place in the world for its beauty. Mountains like heaps of cotton in the cold and all the colors of the world in the summer can be seen here. Flowers, birds, animals, the river all have an extra graceful nature !! Heaven is experienced here and the deceased i.e. the people of Kashmir are also such, unique. One such family lived there. The family lived in a small village. Mom, Dad, Grandma and little Era in the house. "Kashmir's bud" means Era. Big eyes, pink face and relaxed nature. Era's family was considered the poorest in the village. They make pashmina shawl. Era is not allowed to go to school due to poverty. Dad goes to graze goats all day, Mom and Grandma stay at home and makes shawl. It is hand made. Even though many people in the village do this work, no one makes a beautiful shawl like Era's family. Era also gradually became interested in the work. She likes to play with the colorful silk warp used in the shawl,often annoying the grandmother if the warp is tangled in the game play. And grandma loves her also. The other children in the village and her friend Nomi went to school so Era would take a little bit of knowledge from them. He had more knowledge of his surroundings than of studying. In the village, something innovative happens during the festival. Once the Sarpanch organized an oratory competition for the children of the village. All the children spoke on different intricate topics. Era also wanted to speak, according to her understanding, she spoke about the experience that came in her surrounding , that is, about the shawl of Pashmina :

"The pashmina shawl is the most expensive and beautiful in the world. It is made from the hair of pashmina goat. The goat is also found mostly in Ladakh. It takes 72 hours to make a one shawl. It is made by hand and not by machine. When goat's hair is collected, a shawl is made and it is decorated with silk thread. This shawl is so soft that it can be passed through a ring and also gives heat as much as 6 sweaters. So foreigners like it a lot. "

Era speaks so fast in one breath. Almost everyone in the village is involved in this business but no one has that much information.

Sarpanch congratulates Era. Everyone applauds Era . With this experienced knowledge the era grows up . Now she also makes shawl and sometimes goes to graze goats. Thus she helps the family. One day some people are going to a handicraft fair in a nearby village. Era gets information that often a large number of people from different states and country come to such fairs. Era also decides to put a stall in it. This is discussed at home. If there is less money for the stall, so they take it from Era's uncle . The fair is to be held after five days.

Era works hard with her dad. If all its shawls are sold at the fair, half the year's grain will be filled. Era, full of positive thoughts, hand embroiders beautiful handkerchiefs, decorations on dresses and even hats with different threads. The day before the fair, she takes the things and reaches there. She arranges everything neatly in the stall. She also writes his name on the stall from her friend Nomi. "Stall No. - 31 Kashmir Ki Kali". Is there a stall left at night? Thinking that, Era and her father stay there. Get ready early in the morning and light incense in the stall and pray to God. Gradually the fair begins, people come and go. Era stares hopefully in front of the crowd. A group of foreigners come and speak English fluently. fortunately Nomi was there so she responds against everyone and those people buy five shawls. According to Nomi, she came from Israel and she liked this shawl very much. Gradually evening falls and the stall is told to close. Nomi counts the money. Make a good profit. Era is very happy to know that all the shawls have been spent except for a few hats. They come home and the next day Era's dad buys another two woolen goats. Era and her family are very happy. At the same time, the father assigns the responsibility of the two goats to Era.

From now on, every morning, Era would take the goat and go and take care of it. Grandma and Mom thought that if Era stays with the goat, when will she take care of the house? But no one speaks against Era. Gradually Era also learned to remove goat's hair. Era was very sad to remove the goat's hair, why not? What if someone treats us like that? But since it is a question of money , Era does not say anything. When a goat goes to graze, the goats are busy eating and enjoying nature !!!

 Even today, like every day, she takes the goats and leaves. Today she chooses another mountain road. She must always be ready for adventure. There is also snow and a big cliff. Pashmina goat can walk easily in snow. After coming a little farther, Era rests there and the goats start looking for grass. After a while, there is something like an earthquake. The birds all around start talking loudly and the goats run like this. When Era bursts out and handles the situation, someone's scream is heard. " Please help, please help." Era goes in that direction, there is a landslide and a young woman is holding a tree and hanging. Era removes the dupatta from her head and twists it and gives it to the girl so that she can climb up. With the help of a dupatta, she climbs.

The young woman shakes hands saying - "thank you so much, angel." Era also shakes hands. The young lady is blabbering on in English. Suddenly Nomi arrives and hears the landslide and Era's mom sends her. Nomi, who was needed at the time of crisis, came. Nomi will now speak in English. Nomi recognizes her, she is from the Israel who bought 5 shawls, she also recognizes Nomi. Then often all three sit there. Nomi becomes a translator of Kashmiri to English. It is learned that the girl's name is Lisa and she has come from Israel with her friends. But because of this landslide, she is separated from her friends and her hotel is far away. There is no network in the mobile from above. She is very hungry and thirsty. In such a situation, Era thinks of taking her to the house. They come home and give her a meal. Grandma doesn't like to keep strangers at home, but where does she go? Thinking so, she agrees. With all that, Nomi has to stay there.

For nine days Lisa merges into family like sugar in milk. She shows videos of new things to the family in the phone every day, also teaches alphabets to Era. Grandma is also interested in this. She sits in one place and enjoy the whole world in mobile like Char Dham, Amarnath, Kedarnath and sometimes stroll along the coast of Malaysia. Lisa made the family so happy all day. In return, Lisa also received a lot of love. She enjoys Puri, kadhi, balushahi, pulav and other delicious items from mother's hand every day. Lisa had never eaten such a tasty meal. In addition, she learned a great deal about the Pashmina goat and the shawl made from it. The day of farewell came when the memories of this temporary family were summed up in the phone. His friends came looking for him. Lisa introduces Era's family to friends. And said goodbye happily. According to Indian tradition, it is obligatory to cry in farewell. So the feeling is such that the tears come out by hitting the eyes. Era's whole family was crying. But Lisa didn't look back as she was leaving? Grandmother is right a foreigner is like that. Nothing infatuation. With that in mind, Era feels at work. Preparations for the second year's fair have to be done from now on. Era is now alone as Nomi now goes to college after school so she doesn't have enough time to talk to Era. Era now starts to work at home as well as outside. There is a big library in Nomi's college, she goes there every day to read magazines and shares new things at home. Era learned a lot from the different embroidery book which Nomi showed to Era. Once Nomi goes to the library and reads a magazine and a couple of newspapers. Turning the pages of the magazine, his eyes widen and he brings the magazine home with Madam's permission. She immediately comes to Era's house. All are busy in making shawl. Thus the sudden arrival of Nomi leads to tension. Nomi gives the magazine to Era. Her eyes widen when she sees a photo of Lisa in it. Mom gives water to Nomi.

After relaxing, Nomi reads the page of magazine and says the detail. Lisa is the daughter of a well-known Israeli businessman. In this photo, they are her parents. Her article is published because her father helped many people in Israel in different ways. Lisa's father is a millionaire and does a lot of good for society. Since Lisa loves to travel, she travels to different countries with friends and writes about it. Nomi shows everyone the photo. Her mom and dad are sitting in the luxurious chair and Lisa is standing next to her dad. Era felt that the rich girl was staying in our house and we didn't even know it. That's why he didn't say anything. What is the value of people like us ?? Anyway it is a very nice photo. Saying this, Era gets involved in her work. Because the fair was planned again two days later, this time with the idea of ​​making a double profit, they put the magazine and doing their work.

Two days later Nomi, Era and her dad are working in the stall. There comes a sound from behind.

"Excuse me, who is miss era?"

Nomi points to Era. He is stranger. He gives a bag to Era and goes away . Dad tries to stop him but he gets in the car. The stall is yet to start. So they open the bag and look. There are many different papers and a purse. Nomi looks at everything and quickly collapses and takes Era home. Era feels very uneasy because Nomi behaves like that and doesn't say anything. Is this paper more important than it's stall ?? On reaching home, Nomi closes the door and seats everyone. And says Lisa has sent a letter to Era to go to Israel. A smart phone is also there . Some people's number for passports and have sent money for tickets and other expenses. As written in the letter, Era also goes there as she became a guest here. Nomi is happier because she had to go along to handle everything. There is a ring in the phone and a man says that he will come there tomorrow and start working on the passport. . Era seems to cry. Mummy Daddy convince her and they realized their mistake that they didn't send her to school. But now this mistake will be corrected by sending Era to Israel.  Now it's time to fly. All this she has got herself by her nature.

Not only education but also good qualities go a long way in life

The next day people come and prepare passports etc. It's time to get ready to go. Nomi also comes to Era's house with the family. Mummy fills the balushahi bin for Lisa and starts showering advice from both families. That's where the luxurious Scorpio comes and takes them. Era and Nomi sit in it and arrive at Srinagar Airport. From there they have to go to Chennai and then to Israel. Nomi saw the airport in photos in fact for the first time today. He sees that if a actor is found, we will take a photo !!! Era enjoys this turning point in her life. Five or six hours after reaching Chennai, they reach Jerusalem. Era is happy to see Lisa at the airport. All sit in the car and go home. Lisa's home is close to the airport so they can get there quickly. His house is like a palace. Outside, her parents and servants stand to greet her. They goes into the house. For two days, Era started seeing Lisa's house. It's easier to embroider pashmina than this!

One morning Lisa brings a laptop and shows it to Nomi and Era. The laptop contains photos of Lisa spending time with Era and her shawls. Lisa tells Nomi that she has created a website and posted photos of Era, Pashmina Shawl and other handicrafts that are invaluable in the world. Many in the world have shown interest in it. Now Era and pashmina are no longer local, their name has become famous in the world. Every year a competition for such talent is held here. I have called you here to take part in it. Era gets confused and refuses and starts crying thinking that she is never ready for such a big platform.

Nomi and Lisa explain that today is a chance for her to prove herself.

The salt mixed in the sea has no value but if the same salt is not in food, everything is useless. You're like this salt Era! Era needs some time to think.

Telling Nomi, she calls her uncle's house next to her house in Kashmir to talk to her mother.

Mom -" Era, have you reached out? Is everything alright there?Did you talk to Lisa? Why did she call there? "

Era - " Mom, we used to think that Lisa had no feeling like us. We fed him and in return she changed my whole life."

Era tells mom everything. Mom is happy and tells Era to move on.

Era's training starts from the next day. She learns to speak in English, as well as a special trainer for body language.Lisa tells her designer to make special clothes for Era. Also teaches working in smart phones and laptops. After training, Era looks like a Mercedes from Maruti. Now the time has come for the examination of Era. Nomi was enchanted to see Era in a new incarnation. Long skirt, t-shirt and pink Pashmina shawl instead of pheran (Kashmiri dress) !!

All go to the event hall one by one the work is shown as a presentation. Era's presentation is prepared by Lisa with photos. Era goes on remembering her family and the presentation of Pashmina Shawl begins. Her pink shawl be the center of attraction At the end of the presentation, someone asks a question, "Can you tell me more about this shawl?" Wherever Nomi gets up to answer, Era speaks fluently in English as if she had spoken to the sarpanch in her childhood. There is a roar of applause. Three hundred customers of Pashmina shawl became there. Era changed the destiny of the whole village with her family. Making three hundred shawls, in a short time, this will happen when the whole village comes together. Era calls her Dad and gives this good news and tells him, are you ready for that daddy? 

 Are you ready ?? era ??? A voice comes from behind and Era turns off the laptop. Straightening the blonde highlighted hair, Era goes to the International Handicraft Exhibition with Lisa. Sits in the car and post a good idea in Instagram from mobile.

When we give something to someone at a selfless price, the return is invaluable.

Clara - the journey starts

 સુતેલા પૂર્વજ ની અર્ધ કપાય ગયેલી પાંખો ધીમે ધીમે ધૂળ ની જેમ ઉડે છે અને દિવ્ય દરવાજા માં જાય છે. રાણી અને બીજા બધા પતંગિયાઓ ની આંખો ચાર થઈ જ...